SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ छुहवेअणवेयावच्चे, संजम ज्झाण पाणरक्खणठ्ठाए । इरियं च विसोहेउं, भुंजइ नो रूवरसहेउं ॥ १॥ ભાવાર્થ—‘ક્ષુધા વેદનાનું શમન, વૈયાવૃત્ય, સંયમ, ધ્યાન, પ્રાણરક્ષા અને ઈર્યાપથિકીનું શોધન એ છ હેતુએ મુનિ આહાર કરે, પણ રૂપ કે રસના હેતુથી આહાર કરે નહીં.’’ તેની વ્યાખ્યા કરે છે— ૧૪૦ [સ્તંભ ૨૨ (૧) ક્ષુધા તૃષાની વેદના છેદવા માટે મુનિએ આહાર લેવો. (૨) દશ પ્રકારની વૈયાવૃષ્યને માટે આહાર લેવો, કેમકે ક્ષુધાદિકથી પીડાયેલો માણસ વૈયાવૃત્ય કરવા સમર્થ થતો નથી. (૩) પડિલેહણા પ્રમાર્જનાદિ લક્ષણવાળા સંયમને પાળવા માટે આહાર લેવો, કેમકે આહારાદિક વિના કચ્છ, મહાકચ્છ વગેરેની જેમ સંયમનું પાલન થઈ શકે નહીં. (૪) સૂત્ર ને અર્થનું ચિંતન કરવામાં એકાગ્રતારૂપ જે પ્રણિધાન– તેને માટે ભક્ત પાન ગ્રહણ કરવું, કેમકે ક્ષુધાતૃષાથી દુર્બળ થયેલાને દુર્ધ્યાન પ્રાપ્ત થવાનો સંભવ છે, તો પછી તે સૂત્રાર્થનું ચિંતન તો ક્યાંથી જ કરી શકે? (૫) પ્રાણ એટલે પોતાનું જીવિત તેના રક્ષણ માટે આહાર પાણી લેવાં, કેમકે અવિધિ વડે ક્ષુધા તૃષા સહન કરીને પોતાના પ્રાણનો પણ નાશ કરે તો તેથી પણ હિંસા થાય છે. તથા (૬) ઈર્યાપથિકી એટલે ચાલતી વખતે માર્ગ શોધવો, તેને માટે આહારાદિક ગ્રહણ કરવો, કેમકે ક્ષુધા અને તૃષાથી આકુળવ્યાકુળ થયેલો માણસ નેત્ર વડે બરાબર જોઈ શકે નહીં, તેથી માર્ગમાં રહેલા જીવાદિકનું નિરીક્ષણ દુષ્કર થાય. આ છ હેતુથી મુનિ આહારાદિક ગ્રહણ કરે, પણ રૂપ એટલે શરીરના સૌંદર્યને માટે અથવા જિહ્વા ઇંદ્રિયના રસના લોભથી આહાર ગ્રહણ કરે નહીં. હવે જે છ કારણોથી આહારાદિકનું ગ્રહણ ન કરે તે કહે છે– अहव न जिमिज्ज रोगे, मोहुदये सयणमाइउवसग्गे । पाणिदया तवहेउ, अंते तणुमोयणत्थं च ॥२॥ ભાવાર્થ-અથવા રોગમાં, મોહના ઉદયમાં, સ્વજનાદિકના ઉપસર્ગમાં, પ્રાણીની દયામાં, તપમાં અને છેવટ શરીરના ત્યાગમાં એટલા કા૨ણે મુનિ આહારાદિક ગ્રહણ કરે નહીં.’’ હવે તેની વ્યાખ્યા કરે છે– (૧) જ્વર, અજીર્ણ વગેરે વ્યાધિ હોય ત્યારે આહાર લે નહીં. (૨) પુરુષવેદ વગેરે લક્ષણવાળા મોહનો ઉદય થાય ત્યારે અર્થાત્ પ્રબળ વેદોદયાદિ હોય ત્યારે આહાર લે નહીં. (૩) માતા, પિતા, સ્ત્રી વગેરે સ્વજનો અથવા દેવતા વગેરે વ્રતભંગ માટે ઉપદ્રવ કરતા હોય ત્યારે આહાર લે નહીં. (૪) જીવદયા માટે એટલે વર્ષાઋતુમાં કુંવાડમાં રહેલા અકાય જીવોની રક્ષા માટે અથવા સૂક્ષ્મ દેડકીઓ વગેરે જીવોથી વ્યાપ્ત થયેલી પૃથ્વી હોય ત્યારે તે જીવોની રક્ષા માટે આહાર લે નહીં–લેવા નીકળે જ નહીં. (૫) ચતુર્થાદિક તપ કરવાને માટે આહાર કરે નહીં. તથા (૬) છેવટ મરણ વખતે સંયમ પાળવાને અસમર્થ થયેલા દેહનો ત્યાગ કરવા માટે આહાર લે નહીં.’’ ઇત્યાદિ નેમિનાથ પ્રભુના મુખથી કહેલી શિક્ષાને ઘારણ કરતા ઢંઢણર્ષિ આસક્તિરહિત થઈને “જે કાંઈ પ્રાસુક અન્ન મળી ગયું તે ખાઈ લીધું’’ એવી રીતે વિચરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy