SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૨] તત્તવૃષ્ટિ ૧૩૩ એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે. તે જ પ્રામાદિકને સ્વપરના ભેદવાળી–કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી–તત્ત્વદૃષ્ટિ વડે અન્તઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે.” આ પ્રસંગ ઉપર એક વૃષ્ટાંત છે તે આ પ્રમાણે એક આચાર્યનું દ્રષ્ટાંત જ્ઞાન અને ચારિત્ર વડે પ્રઘાન, શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્યજીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાઘુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવા વડે) સર્વ શ્રમણસંઘને બોઘ કરતા હતા. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગતિથી યુક્ત હતા, અને સર્વ સંયોગોમાં અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતા. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરેએ કરીને નીલવર્ણ લાગતું હતું, અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્ય, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે “હે નિગ્રંથો! આ પત્ર, પુષ્પ, ગુચ્છ, ગુલ્મ અને ફળોને જુઓ. તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનંત શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહનીય, મિથ્યાત્વમોહનીય અને અંતરાયકર્મના ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ થઈ ન શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુઃખી, આત્માને કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ભાવથી યુક્ત છે. અહો! તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે?” એમ કહી સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ ચાલ્યા, તેવામાં એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારનાં ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું તે મનોહર લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાધુઓને કહ્યું કે “હે મુનિઓ! આજે આ નગરમાં મોહ રાજાની ઘાડ પડી છે, તેથી આ લોકો ઊછળ્યા કરે છે. તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે. અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો લોભપાશથી બંધાયેલા છે. માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાઘુઓ બોલ્યા કે “હે ગુરુ! આપ અમને સારો ઉપદેશ કર્યો.” ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યનાં કારણપણે થાય છે. આ અન્વય દ્રષ્ટાંત છે. હવે વ્યતિરેક દ્રષ્ટાંત કહે છે– કોઈ ગચ્છમાં આચાર્યે પોતાના આયુષ્યનો અંત સમીપ આવેલો જાણીને બીજા સારા શિષ્યને અભાવે એક સ્કૂલ સમાચારીને જાણનાર શિષ્યને આચાર્યપદે સ્થાપન કર્યો. તે નવા આચાર્ય સર્વત્ર પ્રતિષ્ઠા પામવાથી આગમાદિક શાસ્ત્રના અધ્યયનમાં પ્રમાદી થયા. તેઓ મૃતાર્થના જાણ નહોતા, છતાં ગુરુના મહિમાથી સર્વત્ર ખ્યાતિ પામ્યા હતા. તે સૂરિ વિહાર કરતાં કરતાં અન્યદા પૃથ્વીતિલક નામના નગરે આવ્યા. ત્યાં શ્રાવકોએ પુરપ્રવેશ વખતે એવો મહોત્સવ કર્યો કે જેથી તેમનો મહિમા અઘિક રીતે પ્રસિદ્ધ થયો, તથા શાસનની પણ ઘણી ઉન્નતિ થઈ. તે નગરમાં પૂર્વે અનેક જૈન આચાર્યોએ આવીને રાજસભામાં ઘણા પરવાદીઓનો પરાભવ કરેલો હતો. તે વાદીઓ આ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy