SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ભયતા ગુણ વ્યાખ્યાન ૩૨૦] न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वमेव वीरं प्रभुमाश्रयामः ||२|| ભાવાર્થ—“હે વીરસ્વામી! માત્ર શ્રદ્ધાએ કરીને જ તમારે વિષે મારો પક્ષપાત છે એમ નથી, તેમજ માત્ર દ્વેષથી જ બીજાઓ પર અરુચિ છે એમ પણ નથી; પરંતુ યથાસ્થિત આમપણાની પરીક્ષાએ કરીને જ તમને (વીરભગવાનને) અમે આશ્રયીએ છીએ–તમારો આશ્રય કરીએ છીએ.” ઇત્યાદિ ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને અર્હન્મિત્રે સ્વદારાસંતોષરૂપ નિયમ ગ્રહણ કર્યો. હવે તેના મોટાભાઈની વહુ તેના પર આસક્ત થઈને હાવભાવ કટાક્ષપૂર્વક મધુરવાણીથી તેને નિરંતર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી; પરંતુ અર્હન્મિત્ર તેના પર કિંચિત્ પણ આસક્ત થયો નહીં; આ પ્રમાણેનું સ્ત્રીચરિત્ર જોઈને પોતાના વ્રતના રક્ષણ માટે તેણે પાંચ મહાવ્રત ઉચ્ચરી દીક્ષા ગ્રહણ કરી. તેના પર આસક્ત થયેલી તે મોટાભાઈની વહુ મરીને કૂતરી થઈ. એકદા અર્હન્મિત્ર મુનિ વિહાર કરતાં તે કૂતરી હતી ત્યાં આવ્યા. તેને જોઈને તે કૂતરીએ તેને પતિની જેમ આલિંગન કર્યું. તે જોઈ લક્ત્રથી મુનિ નાસી ગયા. તે કૂતરી પણ મરીને મોટા અરણ્યમાં વાનરી થઈ. ભવિતવ્યતાના યોગથી તે અરણ્યમાં તે મુનિ આવી ચડ્યા. તેને જોઈને તે વાનરી પ્રથમની જેમ જ રાગથી તેને આલિંગન કરવા લાગી. તે જોઈ બીજા સાધુ તે મુનિની ‘વાનરીપતિ’ કહીને મશ્કરી કરવા લાગ્યા. તે સાંભળીને લગ્નથી ક્રોધયુક્ત થઈને મુનિ ત્યાંથી નાસી ગયા. તે વાનરી મરીને યક્ષિણી થઈ. તે મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. 'તેથી તેણે વિચાર્યું કે “આ મુનિની મેં ઘણા ભવથી વાંછા કરી છે, પણ તે હજુ મને ઇચ્છતા નથી, તેથી આજે તો હું તેને આલિંગન કરું.’' એમ વિચારીને તેણે મુનિને આલિંગન કર્યું. તે જોઈને મુનિ ત્યાંથી નાઠા. માર્ગમાં નદીને ઓળંગવા માટે તે મુનિ જળમાં પ્રવેશ કરતા હતા તેવામાં તે યક્ષિણીએ તે મુનિનો એક પગ છેદી નાંખ્યો. તે જોઈને શાસનદેવીએ તે યક્ષિણીને તાડના કરી કહ્યું કે “હે પાપિણી! તું આ મુનિનો પરાભવ કરે છે તે યોગ્ય નથી. તારો પૂર્વભવ સાંભળ.’’ એમ કહી તેને તેનો પૂર્વભવ કહ્યો. તે સાંભળીને તે યક્ષિણીએ મુનિને મિથ્યાદુષ્કૃત આપીને ખમાવ્યા. પછી શાસનદેવીએ પોતાના દિવ્ય પ્રભાવથી મુનિનો છેદાયેલો પગ સાજો કર્યો. મુનિ પણ વિશેષ પ્રકારે સંયમનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી અનુક્રમે મોક્ષપદ પામશે. (આ કથા પ્રથમ લખી ગયા છતાં પ્રસંગને લીધે અહીં ફરી વાર લખી છે). પોતાના મોટા ભાઈની સ્ત્રીએ ઘણી વિડંબના પમાડી તેમજ અન્ય જનોએ મશ્કરી કરી તોપણ અર્હન્મિત્રે મધ્યસ્થભાવ છોડ્યો નહીં. તે પ્રમાણે સર્વ મુનિઓએ આચરણ કરવું.’ ૧૨૭ વ્યાખ્યાન ૩૨૦ નિર્ભયતા ગુણ एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन्मोहचमूं मुनिः । बिभेति नैव संग्राम - शीर्षस्थ इव नागराट् ॥१॥ Jain Education International ૧ સામાન્ય વ્યંતરીઓનું અવધિજ્ઞાન બહુ અલ્પ હોય છે, તેથી તેના વડે તે ઓળખી કે જાણી શકતી નથી પણ જાતિસ્મરણ થવાથી જાણી શકે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy