SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ એકદા શ્રીયકે કોશાને કહ્યું કે “હે આર્યે! આપણે શું કરીએ? પેલા પાપી વરરુચિએ મારા પિતાનો ઘાત કરાવ્યો અને તમને સ્થૂલભદ્રનો વિરહ કરાવ્યો.’’ કોશા બોલી કે ‘“તમે તેનું વૈર લેવાનો ઉપાય વિચારીને મને કહો તો હું કરું.'' તે બોલ્યો કે જો તે વરરુચિ મદ્યપાન કરે તો વૈરનો બદલો લેવાનો વખત આવે, માટે તું તે મદ્યપાન કરે તેવું કર.' કોશાએ તેનું વાક્ય સ્વીકારી વરરુચિને મદ્ય પીતો કર્યો. પછી તે વાત કોશાએ શ્રીયકને કહી. તે સાંભળીને શ્રીયક હર્ષ પામ્યો. પછી એકદા શ્રીયક રાજસભામાં ગયો હતો. તેવે વખતે પ્રસંગોપાત્ત રાજા શકટાલ મંત્રીના ગુણોનું સ્મરણ કરીને તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે શ્રીયક બોલ્યો કે “હે સ્વામી! શું કરીએ? મદ્યપાન કરનાર વરરુચિએ આ સર્વ પાપકર્મ કર્યું છે.’’ રાજાએ પૂછ્યું કે “શું એ વરરુચિ મદ્યપાન કરે છે?’’ શ્રીયક બોલ્યો કે “હે સ્વામી! તે હું આપને બતાવીશ.’’ પછી બીજે દિવસે સર્વ સભા ભરાઈ હતી, વરરુચિ પણ આવેલો હતો. તે વખતે શ્રીયક મંત્રીએ શીખવી રાખેલા અનુચર પાસે રાજાને તથા સભાના સર્વ લોકોને એક એક કમળનું પુષ્પ અપાવ્યું. તેમાં વરરુચિને મીંઢોળના ચૂર્ણથી મિશ્રિત કરેલું કમળ અપાવ્યું. રાજા વગેરે સર્વજનો તે કમળને સૂંઘીને તેની સુગંધની પ્રશંસા કરવા લાગ્યા; તેથી વરરુચિ પણ પોતાના કમળને સૂંઘવા લાગ્યો, તેથી રાત્રીએ પીધેલી ચંદ્રહાસ મદિરાનું તેણે તરત જ વમન કર્યું. તે જોઈ સર્વ લોકોએ તેનો તિરસ્કાર કર્યો; એટલે તે સભામાંથી જતો રહ્યો. પછી લોકોમાં થતી પોતાની નિંદાને દૂર કરવાના હેતુથી તેણે સુરાપાનના પ્રાયશ્ચિત્ત માટે વિદ્વાનોને પૂછ્યું કે “સુરાપાનનું પ્રાયશ્ચિત્ત શું?” બ્રાહ્મણો બોલ્યા કે ‘શાસ્ત્રમાં કહ્યું છે કે તાપિતત્રપુષ: પાનું વિરાપાન પાપહત્ । એટલે તપાવેલા સીસાના રસનું પાન કરે તો મદિરાપાનનું પાપ દૂર થાય છે.’’ તે સાંભળીને વરરુચિએ સીસાના રસનું પાન કર્યું, તેથી તે તત્કાળ મૃત્યુ પામ્યો. અહીં સ્થૂલભદ્ર મુનિ ગુરુની સેવા કરતાં શ્રુતસમુદ્રના પારને પામ્યા. જે કારણ માટે ભોગાદિકનો તેમણે ત્યાગ કર્યો હતો તે કાર્ય તેમણે સારી રીતે નિરંતર સાધવા માંડ્યું. “ઊંચા પ્રકારના મંત્રીપદને હું શું કરું? મેં મૂર્ખાઈને લીધે બાલ્યાવસ્થાથી જ સ્ત્રીના ભોગવિલાસ વડે યુવાવસ્થા ગુમાવી છે.” એવી રીતે શ્રીયકના મોટા ભાઈ સ્થૂલભદ્ર મુનિ ભાવના ભાવતા હતા. “હે આત્મા! સ્ત્રીની સાથે ભોગવિલાસ કરતાં સર્વ ઇન્દ્રિયોના વિષયનું સુખ અનેક પ્રકારે ઇચ્છાનુસાર ભોગવ્યું; તો પછી પરાધીન એવા મંત્રીપદમાં શું વિશેષ સુખ મળવાનું છે?’’ એમ ઘારીને તેમણે સ્વાધીન એવું મુનિપદ ધારણ કર્યું.” વ્યાખ્યાન ૩૧૫ નિઃસ્પૃહતા स्वरूपप्राप्तितोऽधिक्यं, प्राप्तव्यं नावशिष्यते । ાભરાખસંપત્ત્વા, નિઃસ્પૃહો નાયતે મુનિઃ શાશા ભાવાર્થ-‘સ્વરૂપની પ્રાપ્તિથી બીજું કાંઈ પણ વિશેષ પામવા લાયક અવશેષ રહેતું નથી, તેથી આત્મારૂપી રાજાની સંપત્તિ પામીને મુનિ તદ્દન સ્પૃહા રહિત થાય છે.’’ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy