SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ कुरंगमातंगपतंगगमीना हताः पंचभिरेव पंच । एकप्रमादी स कथं न हन्याधः सेवते पंचभिरेव पंच ॥१॥ ભાવાર્થ–મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયોમાંથી એકેક ઇન્દ્રિયના સેવવા વડે હણાયા, એટલે પાંચથી પાંચ હણાયા તો જે પ્રમાદી મનુષ્ય એકલો પાંચે ઇન્દ્રિયો વડે પાંચેના વિષયોને સેવે છે તે કેમ ન હણાય? તે તો અવશ્ય હણાય. મૃગો સ્વેચ્છાએ અરણ્યમાં અટન કરે છે, તેને પકડવા માટે પારથીઓ સારંગી, વીણા વગેરેનો નાદ કરે છે, તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થયેલા મૃગો મોહ પામીને તે સંગીત સાંભળવા આવે છે. તે વખતે પારઘીઓ તેને જલદીથી હણી નાખે છે. - હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષો એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થયેલો હાથી તે ખાડામાં પડે છે, ત્યાંથી તે નીકળી શકતો નથી. પછી ક્ષઘા અને તૃષા વગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બળ થયેલો જાણીને કેટલેક દિવસે તેને બાંધે છે, અથવા મારી પણ નાંખે છે. નેત્રના વિષયમાં આસક્ત થયેલું પતંગિયું દીવાની જ્યોતમાં મોહ પામીને તેમાં પોતાના દેહને હોમે છે અને તેથી મરણ પામે છે. દ્માણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલો ભ્રમર કમળની સુગંધથી મોહ પામીને દિવસે તે કમળમાં પેસે છે. પછી રાત્રે તે કમળ બીડાઈ જાય છે, એટલે તે આખી રાત્રિ મહા દુઃખ પામે છે. જિલ્લા ઇન્દ્રિયને વશ થયેલા મસ્સો લોઢાના કાંટાના અગ્ર ભાગ પર રાખેલી લોટની ગોળીઓ જોઈને તેમાં લુબ્ધ થઈ માંસની બુદ્ધિથી તે ગોળીઓ ખાવા જાય છે, એટલે તરત જ લોહના કાંટાથી વીંઘાઈને મરણ પામે છે.” આ પ્રમાણે ઇન્દ્રિયોનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખથી સાંભળીને અભયકુમારે સર્વ પૌરલોકોને કહ્યું કે “હે પૌરજનો! તમારામાંથી જે કોઈ માત્ર એક એક ઇન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચખાણ લે તેને હું આ મહા મૂલ્યવાળું રત્ન આપું.” તે સાંભળીને તે લોકોમાંથી કોઈ પણ તેમ કરવાને તૈયાર થયોં નહીં, સર્વ જનો મૌન ઘરી રહ્યા. ત્યારે અભયકુમારે મુનિને કહ્યું કે “હે સ્વામી! આપે તો શ્રી વીર પ્રભુની સાક્ષીએ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ પાંચ રત્નો આપ ગ્રહણ કરો.” મુનિ બોલ્યા કે “એ રત્નોને હું શું કરું? મને તો કાંચન અને પાષાણમાં સમાન બુદ્ધિ છે. મેં તો ત્રિવિષે ત્રિવિઘે શરીરની શુશ્રુષા કરવાનો અને પરિગ્રહમાત્રનો ત્યાગ કરેલો છે. ઇન્દ્રાદિકના સુખની પણ મને ત્રિકાળે પણ ઇચ્છા નથી.” તે સાંભળીને સર્વ પૌરલોકો વિસ્મય પામી કહેવા લાગ્યા કે “અહો! આ મુનિ ખરેખરા નિઃસ્પૃહી છે. આપણે મૂર્ખાએ આજ સુધી તેની ફોગટ નિંદા કરી.” આ પ્રમાણે તેમના મુખથી મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલો અભયકુમાર મુનિને નમન કરી જૈનઘર્મનો મહિમા વઘારીને પોતાને ઘેર ગયો, અને સુભદ્ર મુનિ શુભ ઉપયોગથી પૂર્ણ થયા સતા આત્મકાર્ય સાઘવામાં તત્પર થયા. “ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થાય ત્યારે શ્રી વિરપ્રભુના વાક્યનું સ્મરણ કરીને તે વિષયો પર જરા પણ વિશ્વાસ કરવો નહીં. જુઓ! ઇન્દ્રિયોને વશ કરવાથી સુભદ્ર મુનિએ એકાંતે રહીને આત્મભાવ પ્રગટ કર્યો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy