SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૪૨] માનનો ત્યાગ કર્તવ્ય ૧૨૭ યોગ્ય જણાશે તેમ કરીશું.” એમ કહીને તે ભાઈઓ સુવર્ણગિરિ ઉપર જિનેશ્વર પાસે ગયા, અને કહ્યું કે-“હે પિતા! અમારો મોટો ભાઈ ભરત છ ખંડનું રાજ્ય પામ્યો, તો પણ હજુ તૃતિ પામ્યો નથી. તેથી તમોએ આપેલું અમારું રાજ્ય લઈ લેવાની ઇચ્છા કરે છે. માટે તમારી આજ્ઞા હોય તો અમો સૌ એકત્ર થઈને તેનું જ રાજ્ય લઈ લઈએ.” તે સાંભળીને પ્રભુએ તેમને ભદ્રિક જાણી ઘર્મોપદેશ આપ્યો કે– संबुज्झह किं न बुज्झह, संबोहि खलु यच्चा दुल्लहा । नो हुवणं मंति राइओ, नो सुलहं पुणरवि जीविअं ॥१॥ ભાવાર્થ-“હે જીવો! તમે બોઘ પામો. કેમ બોઘ પામતા નથી? આ પ્રાણીને બોધિ એટલે સમ્યત્વ જ દુર્લભ છે, મંત્રી કે રાજા થવું દુર્લભ નથી પરંતુ ફરીને મનુષ્યપણાનું જીવિત પામવું દુર્લભ છે.” ઇત્યાદિ ભગવાનની દેશના સાંભળીને તે અઠ્ઠાણું ભાઈઓએ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તેમનાં રાજ્ય ભરત ચક્રીએ સ્વાધીન કરી લીધાં. એકદા આયુઘશાળાના રક્ષકે આવીને ચક્રીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! તમે જ્યાં સુધી બાહુબલીને જીત્યા નથી ત્યાં સુધી છ ખંડ પૃથ્વી પણ જીતી નથી એમ સમજો. કેમકે ચક્રરત્ન હજુ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” આ પ્રમાણે સાંભળીને ચક્રીએ તક્ષશિલા નગરીએ એક વાચાળ દૂતને મોકલ્યો. તે દૂત થોડા દિવસમાં બાહુબલીના દેશમાં પહોંચ્યો. ત્યાં બહલીદેશમાં ગામે ગામે અને નગરે નગરે ઘણા લોકોનાં મુખથી બાહુબલીના યશનું શ્રવણ કરતો તે તક્ષશિલાએ આવ્યો. તે સુવેગ નામના દૂતને પ્રતિહારે બાહુબલીની આજ્ઞાથી સુવર્ણના વર્ણ જેવી સભામાં પ્રવેશ કરાવ્યો. બાહુબલીએ પોતાના બંધુના તથા તેના દેશનગરાદિના કુશળ સમાચાર પૂછયા. તે કહી રહ્યા પછી દૂત બોલ્યો કે-“હે રાજા! તમને મળવાને ઉત્સુક થયેલા તમારા મોટા ભાઈએ તમને બોલાવવા માટે મને મોકલ્યો છે. માટે એક વાર ત્યાં આવી તમારા ભાઈને નમી તેની આજ્ઞા મસ્તક પર ચડાવીને પછી અહીં પાછા આવજો. કેમકે લોકો અપવાદ આપે છે કે ભરત રાજાનો ભાઈ પણ તેની આજ્ઞા માનતો નથી, તો ભરતનું પરાક્રમ અકિંચિત્કર છે. માટે લોકાપવાદને દૂર કરવા સારુ તમે તેની પાસે આવો, નહીં તો તમને રાજ્યનો પણ સંશય થશે. કહ્યું છે કે कराल गरलः सर्पः, पावकः पवनोध्धुरः । प्रभुः प्रौढप्रतापश्च, विश्वास्या न त्रयोऽप्यमी॥१॥ ભાવાર્થ-“ભયંકર વિષવાળો સર્પ, પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ અને પ્રૌઢ પ્રતાપી રાજા–એ ત્રણે વિશ્વાસ કરવા લાયક નથી.” વળી હે રાજા! દેવતાઓ પણ જેની સેવા કરે છે તેવા તમારા બંધુની સેવા કરતાં તમારું કાંઈ હીનપણું કહેવાશે નહીં.” આ પ્રમાણેનાં દૂતનાં વચનો સાંભળીને બાહુબલી બોલ્યા કે-“હે દૂત! તારો રાજા મને જોઈ લજ પામશે. કેમકે બાલ્યાવસ્થામાં જળક્રીડા કરતાં તેનો પગ ઝાલીને મેં તેને આકાશમાં ઉછાળ્યો હતો. તે પણ શું તે ભૂલી ગયો છે? હે દૂત! સાઠ હજાર વર્ષ સુધી દેશ સાઘવામાં પાપકર્મનો સંશય કરનારા તારા પૂજ્યને મારા વિના બીજો કોઈ પ્રાયશ્ચિત્ત આપનાર ૧. મેરુ નહીં, કોઈ પર્વત વિશેષ. ૨. કિંચિત્ પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy