SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૨ મૂળ સત્તાઘર્મ વડે સર્વ જીવોને સરખા જાણી સર્વને વિષે સમતા પરિણામ રાખવા તે નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે. નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી તે વ્યવહારથી દશમું દેશાવકાશિક વ્રત છે અને શ્રુતજ્ઞાન વડે પદ્રવ્યનું સ્વરૂપ ઓળખી પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું તે નિશ્ચયથી દશમું દેશાવકાશિક વ્રત છે. અહોરાત્ર સાવદ્ય વ્યાપારને છોડી સ્વાધ્યાય ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારથી અગિયારમું પૌષઘવ્રત છે અને આત્માના સ્વગુણનું જ્ઞાનધ્યાનાદિ વડે પોષણ કરવું તે નિશ્ચયથી અગિયારમું પૌષઘવ્રત છે. પૌષધના પારણે અથવા હમેશાં અતિથિસંવિભાગ કરી (સાધુને દાન દઈ) ભોજન કરવું તે વ્યવહારથી બારમું અતિથિસંવિભાગ દ્રત છે અને આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઠન, પાઠન, શ્રવણ અને શ્રાવણ (સંભળાવવું) વગેરે કરવું તે નિશ્ચયથી બારમું અતિથિસંવિભાગ વ્રત છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર બન્ને ભેદે કરી યુક્ત બાર વ્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકોને મોક્ષ આપનારાં થાય છે અને નિશ્ચય વિના એકલા વ્યવહારથી અંગીકાર કરેલાં બાર વ્રત સ્વર્ગસુખને આપનારાં થાય છે, મોક્ષને આપનારાં થતાં નથી; કારણ કે વ્યવહારચારિત્ર અને સાધુ શ્રાવકના વ્રત અભવ્ય પ્રાણીઓને પણ પ્રાપ્ત થાય છે, તેથી કાંઈ નિર્જરા થતી નથી; માટે નિશ્ચયનય સહિત જ તે વ્રતોનું પાલન કરવું શ્રેષ્ઠ છે. તે વિષે કહ્યું છે કે निच्छयनय मग्गमुक्खो, ववहारो पुन्नकारणो वुत्तो । पढमो संवरहेउ, आसवहेउ बीओ भणिओ॥ નિશ્ચયનય મોક્ષમાર્ગ છે અને વ્યવહારનયને પુણ્યનું કારણ કહેલું છે. પહેલો નય સંવરનો હેતુ છે અને બીજો નય આસ્ટવનો હેતુ છે.” નિશ્ચયનય જ્ઞાનસત્તારૂપ હોવાથી મોક્ષમાર્ગ છે અને વ્યવહારનય પુણ્યનો હેતુ હોવાથી તેના વડે શુભ અશુભ કર્મનો આસ્રવ થાય છે. અશુભ વ્યવહારથી પાપનો આસ્રવ થાય છે. - અહીં શિષ્ય શંકા કરે છે કે “જ્યારે અનંતર ગાથામાં વ્યવહારનય આમ્રવના હેતુરૂપ કહેલો છે તો અમે તેને ગ્રહણ કરીશું નહીં.” તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે-“હે શિષ્ય! વ્યવહાર વિના નિશ્ચયનયનું જ્ઞાન થતું નથી, અથવા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ થાય છે. આગમમાં કહ્યું છે કે “જો જિનમતને અંગીકાર કરવા ઇચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયને છોડશો નહીં, કારણ કે એક વિના શાસન લોપાય છે અને બીજા વિના ઉચ્ચભાવ લોપાય છે.” વળી વ્યવહારનય છોડવાથી સર્વ નિમિત્તકારણ નિષ્ફળ થાય છે; જ્યારે નિમિત્તકારણ નિષ્ફળ થયું તો પછી ઉપાદાનકારણની સિદ્ધિ પણ શી રીતે થાય? એથી તે બન્ને નય પ્રમાણ કરવા યોગ્ય છે. “નિશ્ચયનયની સાથે બીજો (વ્યવહાર) નય પણ પ્રમાણરૂપ છે. નિશ્ચયનય સુવર્ણના અલંકાર જેવો છે અને વ્યવહારનય સાંઘા મેળવનાર લાખ વગેરે પદાર્થના જેવો છે. અહીં ઉપનય પોતાની મેળે કરી લેવો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy