SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૯ સ્યાનદ્ધિ નિદ્રા આવતાં તે વડને ઉખેડી પોતાના ઉપાશ્રય પાસે નાખીને તે સૂઈ ગયો. સવારે એવું સ્વપ્ન દીઠાનું આલોચતાં બીજા મુનિના જાણવામાં તે વૃત્તાંત આવ્યું, એટલે તેના સાઘુચિહ્નો છીનવી લઈને સંઘે તેને ગણની બહાર કર્યો. આ સિવાય બીજા દ્રષ્ટાંતો પણ નિશીથસૂત્રમાંથી જાણી લેવા. નિદ્રામાં ઘણા દોષો છે. નિદ્રા સર્વ ગુણનો ઘાત કરનારી, સંસારને વધારનારી અને પ્રમાદ ઉત્પન્ન કરનારી છે. મુનિ અને ઘર્મિષ્ઠ માણસને તો નિદ્રારહિતપણું જ શ્રેષ્ઠ છે. શ્રી ભગવતીસૂત્રમાં વીરપ્રભુની શય્યાતરી મૃગાવતી શ્રાવિકાની નણંદ જયંતિ શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન ર્યો છે કે, “હે ભગવંત! સૂવું સારું કે જાગવું સારું?” પ્રભુએ કહ્યું કે, “કેટલાકને સૂવું સારું છે અને કેટલાકને જાગવું સારું છે. જે અઘર્મી અને અઘમ મનુષ્યો અઘર્મ વડે જ આજીવિકા કરતા સતા વિચરે છે, તેવા જીવ સૂતા સારા છે, કેમકે એવા જીવ સૂતા સતા ઘણા પ્રાણીઓને, ભૂતોને, સત્વોને દુઃખ દેનારા થઈ શકતા નથી. વળી એવા જીવો સૂતા સૂતા પોતાને, પરને અને બન્નેને અથર્મમાં–હિંસાદિ કાર્યમાં પ્રવર્તાવી શકતા નથી, તેથી તેઓ સૂતા સારા છે. અને હે જયંતિ! જે જીવો ઘર્મી છે અને ઘાર્મિક પ્રવૃત્તિના જ કરનારા છે, એવા જીવો જાગતા સારા છે.” ઇત્યાદિ જાણી લેવું. (એવી રીતે બળવાનપણું, દુર્બળપણું અને ચતુરપણું અને આળસુપણું ઇત્યાદિ વિષે પણ જાણી લેવું.) આ પ્રમાણે નિદ્રા નામે પ્રમાદનો ચોથો ભેદ જાણવો. “ચૌદ પૂર્વઘર મુનિ પણ નિદ્રારૂપ પ્રમાદના યોગથી પૂર્વોનું વિસ્મરણ પામી જઈને ઘણા કાળ સુઘી નિગોદમાં જઈને વસે છે, તેથી નિદ્રારૂપ પ્રમાદને અવશ્ય ત્યાગ કરવો.” - હર વ્યાખ્યાન ૧૩૩ પ્રમાદનો પાંચમો ભેદ-વિકથા राज्ञां स्त्रीणां च देशानां, भक्तानां विविधाः कथाः । संग्रामरूपसद्वस्तु-स्वादाद्या विकथाः स्मृताः॥१॥ ભાવાર્થ-“રાજાઓના યુદ્ધાદિની અને વૈભવ-વિલાસની કથા તે રાજકથા, સ્ત્રીઓના રૂપાદિકની કથા તે સ્ત્રીકથા, દેશની ઉત્તમ વસ્તુઓની કથા તે દેશકથા અને ભોજનનો સ્વાદ વગેરેની કથા તે ભક્તકથા–એ પ્રમાણેની વિવિઘ કથાઓ તે વિકથા કહેવાય છે. વિશેષાર્થ-(૧) રાજાઓના યુદ્ધ વગેરેનું વર્ણન તે રાજકથા. જેમકે, “આ રાજા ભીમની જેમ યુદ્ધ કરનારો છે તે ચિરકાળ સુધી રાજ્ય કરો.” અથવા “આ રાજા દુષ્ટ છે તે મૃત્યુ પામો.' ઇત્યાદિ. (૨) સ્ત્રીની કથા એટલે તેના રૂપની નિંદા અથવા પ્રશંસા કરવી છે. જેમ કે, द्विजराजमुखी गजराजगति-स्तरुराजविराजितजंघतटी । यदि सादयिता हृदये वसति, क्वजपः क्व तपः क्व समाधिरिति॥१॥ અર્થ-“આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે, તેની ચાલ ગજેંદ્રના જેવી છે અને તેની જંઘા કદળીના સ્તંભ જેવી છે; એવી સ્ત્રી જો હૃદયમાં વસે તો પછી જપ, તપ અને સમાધિ શા કામની છે?” તેની નિંદા આ પ્રમાણે–“આ સ્ત્રીની ગતિ ઊંટ જેવી છે, સ્વર કાગડા જેવો છે, પેટ લાંબું છે, નેત્ર પીળા છે, માઠા શાળવાળી છે અને કટુ ભાષણ કરનારી છે તથા અભાગિણી છે. તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy