SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૨૨] ભોગના પાંચ અતિચાર ૧૮૧ (૩) જે સચિત્તની સાથે મિશ્ર હોય તે મિશ્રાહાર કહેવાય; અથવા તિલમિશ્ર જવ ઘાન્ય વગેરે મિશ્રાહાર કહેવાય. અથવા સચિત્તના સંભવવાળા અપક્વ જવ, અગ્નિથી સંસ્કાર કર્યા વગરની કાચા પાણીથી બંધાયેલી કણિક વગેરે-તેને લોટ છે એમ જાણી અચિત્તબુદ્ધિથી આહાર કરે. પણ જે પિષ્ટ (લોટ) ચાળ્યો હોય તે અંતર્મુહૂર્ત પછી અચિત્ત છે અને ચાળ્યો ન હોય તે મિશ્ર છે કારણ કે નહીં ચાળવાથી તેમાં ધાન્યના નખિયા પ્રમુખ રહે છે, તેથી તેનું અપરિણતપણું સંભવે છે. મિશ્રકાળનું માન પૂર્વે કહેલું છે. તેના આહારથી અનાભોગાદિ વડે અતિચાર થાય તે ત્રીજો અતિચાર છે. (૪) અભિષવ એટલે અનેક વસ્તુઓના સંધાનથી ઉત્પન્ન થાય તે અથાણું, મદિરા, સરકો ઇત્યાદિ માંસનો પ્રકાર અથવા ખાંડ વગેરે, અથવા તો સુરા થઈ શકે એવા દ્રવ્યનો કે તેવા વૃક્ષને ઉપયોગ–આ પણ સાવદ્ય આહારને છોડનારાને અનાભોગ વડે આહારમાં આવવાથી જે અતિચાર થાય તે ચોથો અતિચાર છે. (૫) દુઃપક્વ એટલે મંદ પક્વ એવો આહાર, જેમ કે અર્થો સેકેલો સાથવો, ચણા, જવ, ગોધૂમ, જાડા માંડી અને તિંડુરા પ્રમુખ ફલાદિ, તેમાં દુઃપક્વપણાથી સચેતનપણાનો સંભવ છે, અને પક્વપણાથી અચેતન છે. તે છતાં દુઃપક્વને અચિત્ત ઘારી સચિત્તના ત્યાગીને આ ભક્ષણ કરવાથી જે અતિચાર લાગે તે પાંચમો અતિચાર છે. વળી તે વિષે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રમાં “પો કુપૂવિ તુચ્છોહિ” ઇત્યાદિ ગાથામાં કહેલ છે. તેમાં અપક્વ અને તુચ્છ ઔષધિનો આહાર તે સચિત્તની અંતર્ગત જાણવો–આ પાંચ અતિચાર ભોગપભોગપરિમાણ વ્રતની અંદર જાણી લેવા, અને તે ભોજનઆશ્રયી છોડી દેવા. આ વિષે ઘર્મરાજાનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે ધર્મરાજાની કથા કમલપુર નગરમાં કમલસેન નામે રાજા હતો. એક વખતે તેની પાસે કોઈ નિમિત્તિઓ આવ્યો. તેણે રાજાને કહ્યું કે, “બાર વર્ષનો દુકાળ પડશે.” તે સાંભળી રાજા અને લોકો નિત્ય ચિંતાતુર રહેવા લાગ્યા. તેવામાં અશાડો મેઘ અત્યંત વર્ષો; તેથી સર્વ અતિ હર્ષ પામ્યા. તે ઉપર એક કાવ્ય છે तावनीतिपरा धराधिपतयस्तावत्प्रजाः सुस्थिताः । तावन्मित्रकलत्रपुत्रपितरस्तावन्मुनीनां तपः॥ तावन्नीतिसुरीतिकीर्तिविमलास्तावच्च देवार्चनं । यावत्स प्रतिवत्सरं जलधरः क्षोणीतले वर्षति ॥१॥ ભાવાર્થ-“જ્યાં સુધી પ્રતિવર્ષ પૃથ્વી પર મેઘ વર્ષે ત્યાં સુધી રાજાઓ નીતિથી વર્તે છે, ત્યાં સુધી પ્રજા સ્વસ્થ રહે છે, ત્યાં સુધી મિત્ર, સ્ત્રી, પુત્ર અને પિતાનો સંબંઘ રહે છે, ત્યાં સુધી મુનિઓથી તપસ્યા થાય છે, ત્યાં સુધી નીતિ, રીતિ અને નિર્મળ કીર્તિ પ્રવર્તે છે અને ત્યાં સુધી જ દેવપૂજા પણ થાય છે.” પછી સર્વ લોકો પેલા નિમિત્તિયાનું ઉપહાસ્ય કરવા લાગ્યા. અન્યદા કોઈ ચતુર્કાની યુગઘર નામે મુનિ ત્યાં પધાર્યા. રાજાપ્રમુખે તેમની પાસે આવી વંદના કરીને પૂછ્યું કે, “હે ગુરુમહારાજ! આ નિમિત્તિયાનું કથન કેમ ખોટું પડ્યું?” ગુરુમહારાજ બોલ્યા–“રાજન્! પુરિમતાલ નગરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy