SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૪] ચાતુર્માસના વ્રતોનું વર્ણન ૧૩૧ કહેવાય છે. એ તિથિઓમાં જ્ઞાનની આરાધના કરવી. બાકીની દર્શનતિથિઓ કહેવાય છે, તેમાં દર્શનનો મહિમા કરવો. સામાન્યપણે એ સર્વ તિથિઓમાં દેવાર્ચન તથા શાસ્ત્રશ્રવણ વગેરે ક્રિયાઓ કરવી. તેમાં પણ ચાતુર્માસિક પર્વને દિવસે વિશેષપણે કરવી. કહ્યું છે કે, ‘‘સામાયિક, આવશ્યક (પ્રતિક્રમણ), પૌષધ, દેવાર્ચન, સ્નાત્ર, વિલેપન, બ્રહ્મચર્ય, દાન અને તપ ઇત્યાદિ ભવ્ય જનોના ચાતુર્માસના આભૂષણો છે.’’ સંક્ષેપમાં એટલું જ કે, એ કાર્યો ચાતુર્માસના અલંકારરૂપ છે. તેથી હે ભવ્યો! તમારે સેવવા યોગ્ય છે. તેમાં પ્રથમ મુહૂર્ત્ત (બે ઘડી) સુધી જે રાગ-દ્વેષના હેતુઓમાં મધ્યસ્થપણું રાખવું તે સામાયિક કહેવાય છે. તેવા સામાયિકને આચરનારા શ્રાવકો બે પ્રકારના હોય છે રિદ્ધિમાન અને રિદ્ધિરહિત. તેમાં જે રિદ્ધિરહિત શ્રાવક હોય તે ચૈત્યમાં, સાધુની પાસે, પૌષધશાળામાં અથવા ઘેર એ ચાર સ્થાનકમાં જે નિર્વિઘ્ર સ્થળ હોય ત્યાં સામાયિક કરે છે અને જે રિદ્ધિમાન શ્રાવક હોય તે જૈનશાસનની ઉન્નતિને માટે મોટા આડંબર સાથે ઉપાશ્રયે જઈને જ સામાયિક કરે છે. અઢારસો ધનાઢ્યોની સાથે કુમારપાળ રાજા ઉપાશ્રયે જઈને સામાયિક કરતા હતા. તેની અને ચંદ્રાવતંસક રાજાની જેમ સામાયિક કરવું. હવે જે આવશ્યક ક્રિયા છે તે ઉભય કાળને વિષે કરવાની છે. તે વિષે સમસ્યાપાદમાં કહ્યું છે કે, ‘વસ્ત્રમાં ઉત્તમ શું? ડિ (પટ્ટવસ્ત્ર); મરુદેશમાં દુર્લભ શું? ૢ એટલે જળ; પવનથી પણ ચપળ શું? મળ (મન); દિવસનું પાપ કોણ હરે? મિળ, અર્થાત્ આખા દિવસના પાપને હરનાર પડિક્કમણ છે એમ સિદ્ધ થાય છે. તે પ્રતિક્રમણ મહણસિંહ શ્રાવકની જેમ દૃઢતાથી કરવું. પૌષધ ચારે *પર્વણીએ ચારે ×પ્રકારે કરવો. કેશર બરાસ વગેરેથી અર્ચન, જલાદિકથી સ્નાત્ર અને કુંકુમ વગેરેથી વિલેપન એ ત્રણ પદ વડે સમસ્ત પૂજાનો સંગ્રહ જાણી લેવો. બ્રહ્મચર્ય સુદર્શનશ્રેષ્ઠીની જેમ પાળવું. તે વિષે એટલે સુધી કહ્યું છે કે, ‘પરસ્ત્રીના અવયવનું આભૂષણ પણ જોવું નહીં.’ તે બાબતમાં એક દૃષ્ટાંત છે કે, જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે રામ ને લક્ષ્મણ તેને પગલે પગલે વનમાં શોધવા નીકળતાં સુગ્રીવ વગેરે વાનરોને મળ્યા. તેમને સીતાની શોધ વિષે પૂછતાં તેઓએ કુંડળ વગેરે સીતાના આભૂષણો જે તેણે માર્ગમાં નાખી દીધેલા તે બતાવ્યા. રામે તે ઓળખવાને માટે લક્ષ્મણને બતાવ્યા. ત્યારે લક્ષ્મણે કહ્યું કે ઃ– कुंडलैः नाभिजानामि, नाभिजानामि कंकणैः । नुपूरैस्त्वभिजानामि, नित्य पादाब्जवंदनात् ॥ १॥ ભાવાર્થ-કુંડળ વડે કે કરના કંકણ વડે હું ઓળખતો નથી પણ નુપૂર વડે ઓળખું છું કે તે સીતાના જ છે; કારણ કે હું દરરોજ તે પૂજ્ય ભાભીના ચરણમાં વંદન કરતો હતો, તેથી તે દીઠેલા હોવાથી ઓળખું છું. બીજા આભૂષણોવાળા અંગ કે તે પરના આભૂષણ મેં કોઈ દિવસ જોયા નથી તેથી તેને ઓળખતો નથી.’’ આ દૃષ્ટાંતથી પરસ્ત્રીના અંગ ઉપરના આભૂષણો પણ જોવા યોગ્ય નથી એમ સમજવું. * અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા—એ ચાર મુખ્ય પર્વણી કહેવાય છે. × આહાર પોસહ, શરીર સત્કાર પોસહ, અવ્યાપાર પોસહ, બ્રહ્મચર્ય પોસહ—એ ચાર પ્રકારે પૌષધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy