SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૦ સ્ત્રીજાતિનો ત્યાગ કર્તવ્ય ૧૧૭ જો આ વિકસિત કમળ જેવા લોચનવાળી સ્ત્રી સાથે મારો વિવાહ ન થાય તો પ્રાણ ઉપર પણ રોષ ધારણ કરીને હું અગ્નિમાં પ્રવેશ કરીશ.'' આવા માઠા સંકલ્પ વડે વ્યગ્ર ચિત્તવાળો થયો સતો તે ઘેર આવ્યો. તેને ચપળ ચિત્તવાળો જોઈ માતા-પિતાએ આગ્રહથી પૂછ્યું. એટલે તેણે પોતાના હૃદયની વાત કહી સંભળાવી. તે સાંભળી માતાપિતા જાણે વજ્રથી હણાયા હોય તેવા થઈને બોલ્યા કે, ‘પુત્ર! તું હંસ જેવો થઈ કાગડાને યોગ્ય કર્મની ઇચ્છા કરતાં કેમ લાજતો નથી?’ તે બોલ્યો—“મારું માનસ (મન અથવા સરોવ૨) એ સ્ત્રી વિના આનંદ પામતું નથી, એટલામાં સમજી લેજો. તે વિષે બહુ કહેવાથી સર્યું.'' આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી તે પુત્રને સુધારવાનું અશક્ય ઘારી શ્રેષ્ઠી મૌન ધારીને રહ્યો. ઇલા કુમારે તો લગ્ન છોડી દઈને પોતાની મેળે જ નટ લોકોને ઘણું દ્રવ્ય આપવા વડે તે નર્તકીની માંગણી કરી. નટ બોલ્યો કે–‘આ કન્યા તો અમારો અક્ષય ભંડાર છે તેને શી રીતે આપી શકાય? તે છતાં જો તમારી ઇચ્છા એની ઉપર જ હોય તો નટ થઈને જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં અમારી સાથે ચાલો.’ ઇલાપુત્ર લગ્ન છોડી તે નટ લોકોની સાથે ચાલી નીકળ્યો. થોડા દિવસમાં તેમની પાસેથી નૃત્યપણું શીખી ગયો. પછી તે નટ બોલ્યો કે, “હે પુરુષ! હવે નૃત્ય કરીને ઘન ઉપાર્જન કરી આપો, જેથી અમે તમારો વિવાહ કરીએ.'' ઇલાકુમા૨ તે વાત કબૂલ કરીને તેઓની સાથે કમાવા નીકળ્યો. નટ ફરતા ફરતા બેનાતટ નગરે પહોંચ્યા અને તે નગરના રાજાની પાસે નાટક કરવા ગયા. ત્યાં તેમણે આકાશ સુધી ઊંચો એક વાંસ ખોડ્યો. તેની ઉપર એક મોટું કાષ્ઠ મૂક્યું. તેમાં બે મજબૂત ખીલા રોપ્યા. પછી ઇલાપુત્ર પગમાં પાદુકા પહેરીને તે વાંસ પર ચડ્યો અને એક હાથમાં તીક્ષ્ણ ખગ અને બીજા હાથમાં ત્રિશૂળ લઈ તે વાંસ ઉપર ૨મવા લાગ્યો. તેનું અદ્ભુત નૃત્ય જોઈ સર્વ લોકો બહુ ખુશી થયા, પણ રાજાની પહેલાં કોઈએ દાન આપ્યું નહીં. રાજાની દૃષ્ટિ પેલી નટી ઉપર પડી; તેથી તે તેના ઉપર રાગથી મોહ પામી ગયો અને ચિંતવન કરવા લાગ્યો કે, જો આ નટ વાંસના અગ્ર ભાગ ઉપરથી પડે તો હું નટીને સ્વાધીન કરું.’ આવી બુદ્ધિથી નાટક કરીને નીચે આવેલા ઇલાપુત્રને તેણે કહ્યું કે, ‘અરે નટ! તું ફરીથી ખેલ કર કે જેથી હું સારી રીતે જોઉં.’ તેણે વિશેષ ઘન મળવાના લોભથી ફરી વા૨ ખેલ કરી બતાવ્યો. તથાપિ શઠપણાથી રાજાએ કાંઈ આપ્યું નહીં. એવી રીતે ઇલાપુત્રને વાંસપરથી પાડવાની ઇચ્છાએ રાજાએ ત્રીજી વાર પણ નૃત્ય કરાવ્યું. ત્રીજી વાર નાટક કરીને ઊતર્યા પછી વળી રાજાએ કહ્યું, ‘હવે ચોથી વખત નૃત્ય કર, હું તારા દારિદ્રયને દૂર કરીશ.' તેણે લોભથી તેમ કર્યું. બીજા લોકો રાજાનો અભિપ્રાય જાણીને તેની નિંદા કરવા લાગ્યા. ઇલાપુત્રે પણ વિચાર્યું કે, “જરૂર રાજાનું મન આ નટીમાં કામાત્ત થયું છે. આકાર અને મનોભાવથી તે જણાઈ આવે છે. માટે અહો! આ કામાવસ્થાને, મને અને રાજાને ધિક્કાર છે. અરે! મેં કામવશ થઈને મારા ઉત્તમ કુળને મલિન કર્યું.’’ આ પ્રમાણે તેના મનમાં પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેવામાં વાંસ ઉપર રહેલા ઇલાપુત્રે કોઈ ઘનાઢ્યને ઘેર ઇંદ્રિયોને જિતનારા મુનિને એષણાપૂર્વક ગોચરી કરતા, સુંદર સ્ત્રીથી પ્રતિલાભિત થતા અને વંદાતા જોયા. તે જોઈ ઇલાપુત્રે ચિંતવ્યું કે, ‘અહો! જીવાજીવાદિ નવતત્ત્વને જાણનારા, સ્ત્રીસંભોગથી પરાભુખ રહેનારા, પોતાના દેહની પણ દરકાર નહીં રાખનારા અને કેવલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy