SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી શાંતસુધારસઃ તમાં મુદ્દામ રીતે “નય ” એટલે શું એને આછો ખ્યાલ એ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. એ પ્રવેશક ગ્રંથ જે છે. એની પ્રશસ્તિમાં ગ્રંથકર્તા લખે કે – इत्थं नयार्थकवचः कुसुमेजिनेन्दुर्वीरोऽर्चितः सविनयं विनयाभिधेन । श्रीदीवबन्दरवरे विजयादिदेव सूरीशितुर्विजयसिंहगुरोश्च तुष्टयै ।। “આ પ્રકારે વિનયવિજયે વિજયદેવસૂરીશ્વર તથા વિજયસિહગુરુની તુષ્ટિ માટે દીવ બંદરમાં નયના અર્થને જણાવનારાં વચનપુવડે શ્રી જિનચંદ્ર વર્ધમાનસ્વામીની પૂજા કરી.” આ ગ્રંથની રચનાનો સંવત ગ્રંથકર્તાએ આપે નથી. વિજયસિંહસૂરિનું સ્વર્ગગમન સં. ૧૭૦૯ માં થયું છે. વિજયદેવસૂરિએ પિતાની હયાતીમાં ગ૭ભાર વિજયસિંહસૂરિને સે હિતે એ સર્વ ઐતિહાસિક બાબતો વિચારતાં આ ગ્રંથ બને સદર આચાર્યોની હયાતીમાં તૈયાર થયેલ હોઈ એમ અનુમાન થાય છે કે એ કૃતિ સં. ૧૭૦૧ લગભગ બની હશે. એ કૃતિ ઉપર વિસ્તારથી ટીકા પંન્યાસ શ્રી ગંભીરવિજય ગણિએ રચી છે. એ આ ગ્રંથ તથા ટીકા જૈનસ્તવ્યસંગ્રહ (શ્રી યશોવિજય ગ્રંથમાળા)માં પ્રકટ થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ વકીલે ઈ. સ. ૧૯૧૦ માં વિસ્તારથી નોટ ઉપદ્યાત સાથે પ્રકટ કરેલ છે. આ કૃતિ ન્યાયના અભ્યાસના આરંભ–પ્રવેશ માટે ઉપયોગી છે અને અનુવાદકારે નયના વિષયની મુદ્દામ છણાવટથી એ નાના ઉલ્લેખને સારી રીતે ઝળકાવ્ય છે. શ્રીયુત મેહનલાલ દેસાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy