SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રોતસુધાસ ૨ શાને સમજવા અને કુયુક્તિથી ફસાઈ ન જવું (ગા. ૨) આ બન્નેમાં દેવતત્વની શુદ્ધિ કરવાની વાત કહી. ૩ અવિવેકી ગુરુને ત્યાગ કરવો અને સુગુરુને સ્વીકાર કરવો. (ગા. ૩) આ ગાથામાં ગુરુતત્ત્વની શુદ્ધિ કરવાની વાત કહી. ૪ કુમતનો ત્યાગ કરી સાચા પંથે પડી જવું. (ગા. ૪) આ ગાથામાં ધર્મતત્વની શુદ્ધિ કરવાની વાત કહી. ૫ મનની ઉપર અંકુશ રાખ, એને આત્મવાટિકામાં રમણ કરાવવું અને એમાંથી શંકા, કાંક્ષા દૂર કરી નાખવી. (ગા. ૫) આ ગાથામાં ગસાધનાની વાત કહી. ૬ આવોને ત્યાગ કરવો અને સંવરેને સ્વીકાર કરવો. (ગા. ૬) આ ગાથામાં હેય ઉપાદેયની સમુચ્ચય સૂચના કહી. ૭ જિનપતિનું વૈદ્યપણે સ્વીકારી આરોગ્ય પ્રાપ્ત કરવું. (ગા. ૭) આ ગાથામાં પ્રતિકારને અંગે ઉત્કૃષ્ટ ચિકિત્સાના માર્ગ બતાવ્યા. ૮ શાંતસુધારસનું પાન કરવું આ ગાથામાં ગ્રંથનું સપ્રજનત્વ સ્થાપિત કર્યું. (ગા. ૮) આ રીતે કરુણા ભાવનાને આ પ્રશ્ન સંક્ષેપમાં વિચારવામાં આવ્યું છે. મનુષ્યની દુનિયામાં નજર કરતાં ચારે તરફ ભય, શોક, ઉપાધિ, કંકાસ, નિંદા, હૃદયની તુચ્છતા, ક્રોધની વાળા, અભિમાનના ગજર, કપટ-દંભની નીચતા, તૃષ્ણાના ઝાંઝવા અને એવા એવા અનેક હદયદ્રાવક પ્રસંગે જ જોવામાં આવશે. એમાં સ્થૂળ દષ્ટિએ પણ આનંદ થાય તેવા પ્રસંગે નહિવત્ જણશે; જ્યારે દુઃખ, ત્રાસ, ભય, થાક, સંતાપના પ્રસંગોને પાર દેખાશે નહિ. આ સર્વનું અવલોકન કરનારને શું થાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy