SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રીભાવના : ૨૦૧ હદયની કમળતા વિકસાવીએ, આપણે વકીલાત કરતા હોઈએ તો કલેશ-કંકાસ અપ કરવાની સલાહ આપીએ, આ જીવનમાં પિતાને કઈ વિરોધી છે એવું માનીએ નહિ અને પ્રેમરસથીઆનંદ ઉત્સાહથી વગરસંકેચે આફ્લાદપૂર્વક બેલીએ કે— खामेमि सध जीवे, सच्चे जीवा खमंतु मे । . मित्ति मे सवभूयेसु, वेरं मज्झं न केणई ॥ “સર્વ જી પ્રત્યેને વૈરવિરોધ હું નમાવું છું, સર્વ જીવે મને ક્ષમા કરે. મારે સર્વ જી સાથે મિત્રી છે અને મારે કઈ સાથે વૈર નથી. ” પ્રત્યેક જૈન હૃદય-પ્રત્યેક મુમુક્ષુ આ વાતને હદયમાં કેરી રાખે અને નજર સન્મુખ આવે તેમ ગૃહદ્વારમાં, પુસ્તકમાં, ટેબલ પર લખી રાખે. આટલે આત્મવિકાસ ઓ ભવમાં થાય અને સર્વત્ર બંધુભાવ અંતરના આશયથી પ્રકટે તો જન્મારે સફળ છે. કાર્યસિદ્ધિના દ્વાર સુધી ગતિ છે અને અંતિમ સિદ્ધિ હસ્તામલકાવત્ છે. આ મહાન ભાવનાને ભાવવામાં દંભને કે ગોટાને સ્થાન ન ઘટે, એમાં મનનાં મનામણાં ન ચાલે, એમાં બાહ્ય દેખાવ ન છાજે. એ તો હદયની ઉમિઓ છે, આત્મતેજના ચમકારા છે અને સંસારસમુદ્રને સામે કાંઠે બળતા શાશ્વત દીપકના દર્શન છે. “સર્વત્ર સુખી ભવન્તુ લેક:” એ વાક્યનું પુનઃ સ્મરણ કરી શ્રી વિનયવિજયજીના નામ સ્મરણ સાથે શ્રી વીરપરમાત્માની અવિચળ મિત્રીને સાલક્ષ્ય, કરતાં અત્રે વિરમીએ અને સમતારસના પાનામાં વિલાસ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy