SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતસુધારસ દોડ્યા કરે છે. વાસ્તવિક સુખ તો આત્મિક આનંદમાં છે. એ ચિરસ્થાયી છે અને પછવાડે કચવાટ વગરનું છે. એ સુખ શાંતરસ વગર નામ માત્ર પણ મળતું નથી. આવું ખરું સુખ મેળવવાનો ઉપાય હવે વિચારીએ. સુખ મેળવવા માટે કઈ રાજમાર્ગ સાંપડે તો મજા આવે. એ સુખ ભાવનાથી સાંપડે છે એમ જેને અતુલ્ય સુખ મળ્યું છે તે અનુભવથી કહે છે. આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તે તેનાં મૂળ શોધવાં પડે છે. ત્યારે આ ભાવના તે શી ચીજ છે? તે બરાબર સમજવું ઘટે. માતે તિ માવના “સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે મનમાં વારંવાર જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા આ સંસારબંધનથી આત્માને મુક્ત કરવામાં આવે અથવા આત્માને મોક્ષ સનમુખ કરવામાં આવે તે ભાવના.” - સમજણ અને જ્ઞાન વગર કઈ પણ ક્રિયા એના વાસ્તવિક આકારમાં થઈ શકતી નથી. આપણે કોણ છીએ? ક્યાં છીએ? અને શા માટે છીએ? અને આ આખા નાટકનો ખરો અર્થ શું છે? એ બરાબર વિચારવાનું ક્ષેત્ર ભાવના છે. આપણે પ્રવેશકમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે તેનો જવાબ ભાવના આપે છે. એ ભાવનાને બરાબર વિચારવાનું કારણ એ છે કે એ દ્વારા આપણે સામે જેવાને બદલે અંદર જતા શીખીએ છીએ. અન્યથા આપણને કોઈ પીડા કરે તો આપણે તેના ઉપર ચડાઈએ છીએ. એવી રીતે દરેક બાબતમાં ઉપર ઉપરને ખ્યાલ કરવાની જ આપણને ટેવ છે. - આ ટેવ ભાવનાથી મટે છે. ભાવના આપણને અંદર જોતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy