SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ શ્રી શાંતસુધારસ ભરેલું છે અને સારામાં સારા પદાર્થોને ખરાબ કરનારું છે એ વાત વિચારી શરીરની અપવિત્રતા ધ્યાવવી. પણ આપણે પનારો એની સાથે પડ્યો છે, તે એનાથી કાંઈ લાભ લેવાય તો લઈ લે એ આપણું કર્તવ્ય છે માટે હવે લેખક મહાશય કહે છે તેમ માનસનલિન-હૃદયકમળને ઉઘાડા અને ત્યાં અભેદ્ય મૂર્તિને સ્થાપી એને અપનાવે. એ એટલે તમે પિતે. શરીર તમારૂં નથી; તમે શરીર નથી. શરીર તમારી સાથે આવનાર નથી પણ ત્રણ કાળે તમે પોતે તો તમે જ રહેવાના છે. એનું એટલે તમારું પોતાનું કાંઈ સુધરે, કાંઈ માગે ચઢવાનું થાય એવો રસ્તો કરે અને તે માટે અંતરથી સાચો વિચાર કરે. અત્યારસુધી ઉપર ઉપરથી તો ઘણી વાતો કરી છે અને કોઈવાર ચેતન ચેતન કરી સ્વને અને પરને ઠગ્યા છે. એમાં કાંઈ વળે નહિ. આ માગે કાંઈ જયારે થાય નહિ. હવે તે હદયકમળને ઉઘાડી ત્યાં જે અત્યારે મેહરાજા પસી ગયો છે તેને આખો મંડપ તોડી પાડે અને ત્યાં વિભુ પવિત્ર મહોમય ચેતનરાજને બેસાડે. એ રીતે એ શરીરને પૂરેપૂરો લાભ લે. જે પદ્ધતિએ મલ્લિકુંવરીએ અધ્યાત્મવાદની સ્થાપના કરી લડાઈ અટકાવી અને પરણવા આવનાર છે રાજાઓને પ્રતિબોધ્યા, અનેકનો સંહાર અટકાવ્યું તે રીતે આ અપવિત્ર વસ્તુના પોટલાને એના સાચા આકારમાં ઓળખી ખૂબ આનંદ માણે અને જે કાયા અપવિત્ર–ગંછનીય પદાર્થોથી ભરેલી છે અને જે તમને વારંવાર ચિંતા કરાવી વૈદ્ય ડૉકટરના બીલ ભરાવે છે તેને જ મોક્ષદ્વાર બનાવે. આ મનુષ્યદેહ મોક્ષદ્વાર છે જ, પણ એને એ તરીકે અપનાવીએ તે, નહિ તો અનેક ભવ કર્યા છે તેમાં એકને વધારે કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy