SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિભાન્વિના. ૩૪૩ અપવિત્રતા ખ્યાલમાં લે અને એ વસ્તુ દૂર કરવા જતાં શરીર જેવું કાંઈ બાકી રહી શકે તેમ નથી એ વાત જે એક વાર લક્ષ્યમાં લે તે આ નકામા પ્રયત્નને બાજુએ મૂકી પોતાના પ્રયત્ન બીજે માગે લગાડે. આ મહામૂલ્ય મળેલ જીવન મેંઘેરું છે, સાધ્ય સધાવી શકનાર છે, એને બહારથી પવિત્ર રાખવાના પ્રયાસમાં વેડફી નાખવા જેવું એ નથી. આ બાબત સ્પષ્ટ સમજવા આ સર્વ હકીકત વિચારવા જેવી છે. - પ. વળી એક બાબત ખાસ વિચારવા એગ્ય છે. પુરૂષનાં નવ અંગોમાંથી આખે વખત શું નીકળે છે તે વિચારી જુઓ:– ૨ કાનમાંથી કચરે, કેટલાકને પરૂ નીકળ્યાં કરે છે. ૨ આંખમાંથી જેટલી વાર પટપટાવીએ તેટલી વાર પાણું, કઈવાર ચીપડા અને અનેક મળ નીકળ્યા કરે છે. ૨ નાકના દ્વારમાંથી લેષ્મ (શેડા), ગુંગા વિગેરે નીકળ્યા કરે છે. નાક છીંકે ત્યારે ખાસ સંભાળ લેવી પડે છે. ૧ મુખમાંથી લાળ નીકળે છે. ઉપર તેનું વર્ણન થઈ ગયું છે. દુર્ગધી પવન અને ઉલટી થાય ત્યારે કાચું અન્ન અને પીત્તનીકળે છે. ૧ પુરૂષચિન્હમાંથી પેશાબ. એનું વર્ણન કરવાની જરૂર ન હોય. ૧ ગુદામાંથી વિષ્ટા. વર્ણન અશક્ય અને બીનજરૂરી છે. આવી રીતે પુરૂષનાં સદરહુ નવ દ્વારમાંથી અપવિત્ર પદાર્થો બહાર નીકળ્યા જ કરે છે અને તે કદી વિરામ પામતા નથી. એમાં અલ્પવિરામ કે અર્ધવિરામ આવે, પણ પૂર્ણવિરામ કદી આવતું નથી. એ સર્વમાંથી જે પદાર્થો નીકળે છે તે સર્વ દુર્ગધી, ખરાબ વર્ણ, રસ અને સ્પર્શવાળા જ હોય છે, ભારે કંટાળો આવે તેવા હોય છે અને દૂર નાસી જવું પડે એવા હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy