SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીભ્યાંતસુધારસી એના સામું જોવું પણ નહિ ગમે. એના સ્પર્શ માત્રથી સરસ વસ્તુ કેવી વિરૂપ થઈ જાય છે તેનું દષ્ટાંત દૂધ પૂરું પાડે છે. દૂધને પીધા પછી તુરત જ વમન થાય તે તે વખતે જે દૂધ બહાર નીકળશે તે પેદા કુંદાવાળું અને સ્પર્શને નાલાયક બની જશે. દૂધ જેવા સુંદર પદાર્થને એક ક્ષણવાર શરીરને સંબંધ થાય ત્યાં એ કેવું બની જાય છે ? તે ખાસ વિચારવા જેવું છે. જ આવા શરીરને માટે “શાચ”ને સંકલ્પ કરવો એ મૂઢતા છે. એને બ્લેવરાવવાથી કે એના પર સુગંધી દ્રવ્ય લગાડવાથી એ પવિત્ર થઈ જાય છે એમ માનવું એ તે સરિયામ અજ્ઞાન છે. એને ગમે તેટલું ન્હાવરા અને ગમે તેટલી વાર એને પખાળે પણ એ તે ગટર સાફ થાય છે તે સાફ થઈ શકે. જ્યાં આખું વાતાવરણ જ અપવિત્ર હોય ત્યાં પવિત્રતાનો દાવો કર એ તે મહામહ સિવાય બીજાનું કાર્ય ન હોય ! શાચવાદ કે મતવાળાને માન્ય પણ હોય છે. એ અન્ય સાધ્યની અપેક્ષા વગર બને તેટલી વખત ન્હાવામાં–સ્નાન કરવામાં જ પુણ્ય માને છે. આ અજ્ઞાન છે. કોઈ વિશિષ્ટ હેતુને અવલંબીને સ્નાન કરવાની બાબત જુદી છે, પણ માત્ર ન્હાવાથી શૌચધર્મ પળાય છે એ અજ્ઞતા છે. આંતરશચને આખો પ્રશ્ન તદ્દન જુદા જ પ્રકારનો છે. એનો સમાવેશ દશ યતિધર્મમાં છે. તેને અત્ર સ્થાન નથી. અત્ર તો બાહ્ય સ્થળ શચના પ્રશ્નનને આપણે વિચાર કરીએ છીએ એ વાત ધ્યાનમાં રાખવી. કેટલીક વાર ઇંદ્રિયની તૃપ્તિ માટે અને વિકારોની શાંતિ માટે આવા ખ્યાલ થાય છે તે મહ–અજ્ઞાનજન્ય હાઈ નિરર્થક છે અને અંતે આત્માને અધ:પાત કરાવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy