SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી શાંતસુધારસ સંતાપ જ થાય છે. પતંગીઆ પેઠે પ્રણયની જવાળામાં ભસ્મ થનારના દાખલા પણ થોડા નથી. આ વાત પર વિવેચનની કે ચિત્રની જરૂર ભાગ્યે જ હોય. હવે તને ઘર, ઘરેણુ, માલ, વ્યાપારની ચીજો, ચેપડા વિગેરે પર પ્રેમ થાય છે પણ તે એક્તરી છે, તારા પૂરતું જ છે અને સામેના જવાબ વગરનો છે. એ લક્ષમી કે એ પરમાણુના થપ્પા તે કોઈના કોઈ દિવસ થયા છે કે તે તારાં થાય? લક્ષમી તો વેશ્યા જેવી છે. આજે તારે ત્યાં બેઠી હાય, કાલે બીજાનું ઘર માંડે. આ સર્વ બાબત દુનિયામાં દરરોજ જોઈએ છીએ. અને ઘરનાં ઘર એ શું ? કેનું ઘર ? અને કેાના ઘરનું ઘર? આ સર્વ ફાંફાં છે અને એ જ રીતે શરીર પણ પુદગળનો સમૂહ છે અને તેના ઉપર પ્રેમ પણ એકતરફી છે. એની સાથે મમતા કરવી એ નિમ્પ્રણયી ઉપર પ્રેમ કરવા બરાબર છે, તદ્દન એકતરફી છે અને ખાલી સંતાપ કરનાર છે. આ બાબતમાં જરા પણ શંકા હોય તે એ સર્વ બહારની વસ્તુઓ અને ખૂદ શરીર વારંવાર કેટલી તસ્દી આપે છે અને એ તમામ અનેક વાર કેવાં વાંકાં થઈ બેસે છે તેને ખ્યાલ કરી લે. જે પ્રણય વગરના હોય, સામે જવાબ મળતો ન હોય ત્યાં વળગતાં જવું એ ડહાપણવાળા પ્રાણનું કાર્ય ન જ ગણાય. એથી મનને ઉકળાટ, નકામી ચિંતા અને અંદર કલેશ જ થાય છે અને પરિણામે હાથમાં કાંઈ આવતું નથી. સર્વ પિગલિક વસ્તુ જેમાં તારા શરીરને પણ સમાવેશ થાય છે તેના ઉપરને તારે સ્નેહ આ પ્રકારનું છે. હવે તેને યોગ્ય લાગે છે તે કર અને નકામે સંતાપ વહારી લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy