SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ એન્ક સ્વભાવના. ૨૪૧ ઘસવા લાગી ગઈ છે. પાંચ સ્ત્રીઓના સાભાગ્યને આધાર આ એક જીવ પર હતો. ખૂબ પ્રયત્ન કરી જોરથી સર્વ કામ કરવા લાગી ગઈ અને જેમ બને તેમ જલ્દી બાવનાચંદનનાં કાળાં ભરી પતિનાં શરીર પર લગાડવાની ગોઠવણ કરવા આતુર બની; પણ રાજાની પીડા આકરી હતી. બાવનાચંદનના વિલેપનથી તે શમી નહીં. તેને દાહ વધતે જ ચાલ્યું અને ગરમી વધતી જ ગઈ. , માંદા માણસને જરા અવાજ થાય તે પણ કંટાળે આવે છે. પાંચશે સ્ત્રીઓ એક સાથે બાવનાચંદન ઘસે ત્યારે તેના હાથમાં કંકણે (બલેયાં, ચૂડીઓ કે બંગડીઓ) કેટલે અવાજ કરે ? અને તેમાં વળી મારવાડને પ્રદેશ એટલે ચેડા મેટા હોય. એને અવાજ રાજાને અસહ્ય થઈ પડ્યો. દાહની બળતરામાં અવાજના ધમધમાટે વધારો કર્યો. દાહની બફમમાં નમિરાજાએ બૂમ મારી: “આ અવાજ બંધ કરો. મારું માથું ફરી જાય છે. આ સર્વ ઘાંઘાટ શે ?” સ્ત્રીઓ ચતુર હતી. તેમણે વધારાના ચુડા ઉતારી માત્ર એક સિભાગ્ય-કંકણુ રાખ્યું. પાછી ફરી ચંદન ઘસવા લાગી ગઈ. નમિરાજા બે મિનિટમાં પાછા બોલ્યા:–“અવાજ કેમ બંધ થયો?” વૃદ્ધ વૈદ્યરાજે જવાબ આપે: “આપની પાંચશું સ્ત્રીઓ આપને લેપ કરવા માટે બાવનાચંદન ઘસતી હતી તેનો એ અવાજ હતે.” • નમિરાજા–“ ત્યારે શું તે ઘસતી બંધ પડી ગઈ?” વૈદ્યરાજ-ના સાહેબ ! તે ઘસે છે, પણ તેમણે કંકણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy