SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વભાવના. ૨૨૩ ૫ જે! બીજા પદાર્થો સાથે મેળવણું કરવામાં આવેલ સેનાની કેવી દશા થાય છે? અને તે જ્યારે તદ્દન ચોખ્ખું હોય ત્યારે તેનું રૂપ કેવું હોય છે કે તે તમારા જેવાના જાણવામાં છે જ. ૬ એ જ પ્રમાણે આત્મા જ્યારે કર્મને વશ પડે છે ત્યારે તેનાં અનેક પ્રકારનાં રૂપ થાય છે, પણ જ્યારે એ મહાપ્રભુ કર્મ–મળ રહિત હોય છે ત્યારે એ શુદ્ધ કાંચન-સેના જે પ્રકાશ કરે છે. ૭ તે પરમેશ્વર (પરમાત્મા) સદા શાશ્વત અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાયથી પરિવૃત (ઘેરાયેલા) છે અને તે એક જ છે. એવા પરમાત્મા (મારા) અનુભવ–મંદિરમાં રમે. ૮ મનહર સમતા-સુધાને રસ જે તારામાં અચાનક જાગી ઊડ્યો છે તેને જરા ક્ષણેકવાર (થોડા વખત–થોડી મીનિટ) અત્યંત આનંદપૂર્વક ચાખી જે (જેથી) હે વિનય ! વિષચથી અતિ આગળ વધી ગયેલ (વિષયાતીત) સુખના રસમાં તને સદાને માટે આનંદ-પ્રેમ જાગે અને વધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy