SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન योगानन्यवृत्तेः परमार्थतस्तद्रूपत्वाद्बाह्यालम्बनाकारोपरक्तत्वेन विशेषरूपा तत्फलभूता वा मानसः समापत्तिरभिधीयते, तथोक्तं योगशास्त्रे"क्षीणवृत्तेरभिजात्यस्येव मणेर्ग्राह्यग्रहीतृग्रहणेषु तत्स्थतदञ्जनता समापत्तिः”। सा च ' मयि तद्रूपं ' स एवाहमित्यादिध्यानोल्लिख्यमानवैज्ञानिकसम्बन्धविशेषरूपा । सैव समापत्तिर्योगिनः सम्यक्त्वादिगुणपुरुषस्य माता जननी निर्वाणफलप्रदा च प्रोक्ता तद्वेदिभिराचार्यैः ।। १५ ।। આ પ્રમાણે પરમાત્મા સર્વ પ્રયોજનની સિદ્ધિ કરનારા છે, આ વિશેષણ દ્વારા પ્રભુની સ્તુતિ શા માટે કરો છો. એનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે..... ગાથાર્થ :- પ્રભુ ઉત્કૃષ્ટ કોટિના ચિંતામણી રત્ન છે. તેમના વડે ઉપશમ (સમ) ભાવની પ્રાપ્તિ થાય છે (પરમાત્મા સાથે એકી ભાવ થાય છે.) જે યોગી (સાધુ) ની માતા છે. અને મોક્ષ ફળ આપનારી છે. એમ તેના જ્ઞાતાઓએ કહ્યું છે. વિશેષાર્થ ઃ- આ ૫૨માત્મા ચિંતામણી કરતાં વધારે પ્રભાવશાલી છે. તેન-૫૨માત્માના આધારે આ સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે સર્વ બાબતમાં આગળ કરાતાં આગમના સંબંધથી જાગેલા સંસ્કાર દ્વારા પ્રભુને હૃદયમાં ધારવા રૂપ સમરસાપત્તિ ઉત્પન્ન થાય છે. અહીં રસ શબ્દ ભાવ અર્થમાં છે. આગમ પ્રભુ પ્રણીત હોવાથી પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ રૂપ સંબધથી “આ પ્રભુએ ભાખેલું છે.” એવી સ્મૃતિનાં જનક સંસ્કાર જાગે છે, જે સ્મૃતિથી પ્રભુ ઉપર બહુમાન જાગવા દ્વારા પ્રભુ હૃદયમાં સ્થિર થાય છે. આમ ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું એક ઠેકાણે મિલન થયુ તે જ સમભાવની પ્રાપ્તિ છે. ભગવાનના સ્વરૂપમાં ઉપયુક્ત બનેલાની પ્રભુના ઉપયોગમાં અનન્ય વૃત્તિ પરમાર્થથી (પરમાત્મા) રૂપ હોવાથી તેમજ બાહ્ય આલંબન આકારથી રંગાયેલ હોવાથી ધ્યાન વિશેષ રૂપ છે, અથવા તેજ ધ્યાનના ફળભૂત મનની સમાપત્તિ કહેવાય છે. વળી યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે ઉચ્ચ કોટિના સ્ફટિકમણિ પાસે જે વસ્ત્ર લઈ જવામાં આવે ત્યારે વસ્ત્રમાં જે રંગ રહેલો હોય તેવી છાયા મણિમાં ભાસે છે. એટલે ગ્રાહ્ય - વસ્ત્રમાં રહેલો રંગ ગ્રહિતા - વર્ણને પકડનાર મણિ ગ્રહણ વર્ણને સ્વીકારી તન્મય બની 9. વા તા 34 Jain Education International - - For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૨ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy