SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યા. ૧૯૨૩ ણાવ્યાં છે ત્યાં જશે, ત્યાં જઇને તેઓ એ દશે કન્યાના માતપિતાને અનુકૂળ કરશે અને તેમ કરીને એ કર્મપરિણામ મહારાજા પોતે જ એ દશે કન્યાઓ ગુણધારણ રાજાને અપાવશે-દેવરાવશે. હવે એમાં એક હકીકત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ગુણધારણે અધા સદ્ ગુણાના સારી રીતે અભ્યાસ પાડવા, એ કન્યાએને મેળવવા યોગ્ય પેાતાના આત્માના વિકાસ કરવા, જાતે એ કન્યાને લાયક થવું-જેને પરિણામે પેલા કર્મપરિણામ રાજા ગુણધારણને અનુકૂળ થશે અને એ રાજા એક વાર અનુકૂળ થયા એટલે પેલી કન્યાના મામાપેા પેાતાની મેળે જ કન્યાદાન દેવા તત્પર બની જશે અને પેલી કન્યા જાતે જ ચાલી ચલવીને ગુણધારણની અત્યંત રાગી થઇ જશે. ત્યાર પછી રાજા ગુણધારણ અને એ કન્યાએ વચ્ચે સ્વાભાવિક પ્રેમબંધ થશે. તે પ્રેમસંબંધ એવા સુઘટિત થશે કે એ કોઇનાથી છૂટી શકશે નહીં. ચંદ્રમુનિ—“ એ માબતમાં તેા કહેવા જેવું જ શું છે! ભગવાનના વચનથી-આપશ્રીના હુકમથી જેવું આ જીવ ગુણધારણ નામ ધારણ કરે છે તેવા જ સાચા અર્થવાળા તે થઇ જશે. આપશ્રી હુકમ કરશો તે પ્રમાણે જ તે કરશે. મારી હવે એક વધારે વિજ્ઞપ્તિ છે. આપે કન્યાપ્રાપ્તિના ઉપાયમાં સદ્ગુણેના સારી રીતે અભ્યાસ પાડવા જણાવ્યું અને એ ગુણાને સેવવાની સૂચના કરી તે એ ગુણા કયા કયા છે તે જરા વિગતવાર જણાવવા કૃપા કરે.” પ્રત્યેક કન્યાને વરવાની ચેાગ્યતા મેળવવાના અનુશીલનીય ગુણા. નિર્મળાચાર્ય- બરાબર લક્ષ્ય દઈને સાંભળેાઃ— የ ૧ ક્ષાંતિ, “ જે પ્રાણી ‘ક્ષાંતિ' 'કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતા ૮ હેાય તેણે સર્વ પ્રાણી તરફ મૈત્રીભાવ રાખવા, “ સર્વ નાના મેટા જીવે પેાતાના સંબંધી છે—મિત્ર છે– “દોસ્તદાર છે એમ વિચારવું; અન્ય માણસ ગમે તેટલા “ પરાભવ-અપમાન કરે તે સર્વ સહન કરવા; તે દ્વારા “ પારકાની સાથેના પ્રીતિસંબંધની અનુમાદના કરવી; “ એવા પ્રકારના પ્રીતિયોગ સંપાદન થવાથી પેાતાના “ (આત્મા) ઉપર એક પ્રકારના અનુગ્રહ થાય છે એમ “ વિચારવું; આત્મા પરાભવ કરી દુર્ગતિએ જવા યોગ્ય “ અને છે તેથી તેવા આત્માની નિંદા કરવી; જે મુક્ત “ આત્માએ પારકાને કાપ કરાવવાનું કદિ કારણ જ થતા ૧ આ વૈશ્વાનરને નાશ કરનારી કન્યા છે. વૈશ્વાનર તૃતીય પ્રસ્તાવના પાત્ર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy