SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રિરતાવ ૬ વિશે જેને રાજ્ય આપવામાં આવ્યું હોય તેને લઈને તે જૂદા જૂદા પ્રકારના આકાર ધારણ કરે છે અને તે જુદા જુદા આકારોને લઈને તે અનેક પ્રકારનાં સુખદુઃખનાં કારણભૂત થાય છે; જે એવી હકીકત હોય તે પછી અમે પોતે (હું )પણ કર્મપરિણામરાજાના પુત્ર જ છીએ એમ જણાય છે!! અને જે તેમ હોય તે અમને પણ એ રાજ્ય બરાબર લાગુ પડતું અને મળી ગયેલું હોવું જોઈએ એમ જણાય છે.” સૂરિમહારાજે જવાબ આપતાં કહ્યું “રાજન્ ! તે બરાબર હકીકત કહી, તારા સમજવામાં વાત સ્પષ્ટ આવી ગઈ જણાય છે. તે જે છેવટનો નિશ્ચય બતાવ્યો તે તદ્દન સાચો છે. એ રાજ્ય સર્વને બરાબર લાગુ પડે છે, અને એ રાજ્ય મળે છે અને તેને પણ રાજ્ય મળેલું જ છે. અગાઉ મેં વિમધ્યમનું રાજ્ય વર્ણવ્યું હતું તે પ્રમાણે અત્યારે તું રાજ્ય પાળે છે, માત્ર એ રાજ્યને તું જોઈ શકતા નથી. એનું કારણ એ છે કે રાતદિવસ તું ધર્મ અર્થ અને કામ એ ત્રણે વર્ગોને સાધે છે પણ એ એવી રીતે સાધે છે કે એક બીજાને અર સ્પરસ વાંધો ન આવે. તને યાદ હશે કે અગાઉ વિમયમ રાજ્યનું લક્ષણે મેં એજ કહ્યું હતું. કેમ હવે તારા ધ્યાનમાં તે વાત બરાબર આવે છે?” હરિરાજા–“મારે આ વિમધ્યમનું રાજ્ય નથી જોઈતું. એ રાજ્યથી સર્યું! હાલ આપ જે ઉત્તમરાજ્ય ભેગો છે તે મને પણ આપો.” ઉત્તમસુરિ–“રાજન ! એ વાત તે ઘણી સારી કરી, પણ એક વાત સાંભળ. એ રાજ્ય જેવી રીતે આ સાધુઓને મળ્યું છે તેવી રીતે જ મેળવી શકાય છે, એ રાજ્ય મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. તેઓને એ રાજ્યને અંગે કેવી વાત બની હતી તે તને જણાવું. જ્યારે અગાઉ તેઓના મનહર અંતરંગ રાજ્ય સંબંધી વાત મેં તેમને કરી હતી ત્યારે તેઓ પણ એ રાજ્ય મેળવવા માટે ઘણું જ હોંસવાળા થઈ ગયા હતા અને અત્યારે જેમ તને એ રાજ્ય મેળવવાની ઘણી ઈચ્છા-અભિલાષા થઇ છે તેમ તેઓને પણ થયું હતું તે વખતે મેં એ સર્વ લાભાકાંક્ષીઓને જણાવ્યું હતું કે ભગવાનના મતમાં દીક્ષા ૧ જુઓ પ્રકરણ ૧૩ નો પ્રથમ ભાગ ઉપર, પૃ. ૧૫૮૯-૯૨ જુઓ પૃ. ૧૫૮૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy