SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ, ૧૫૨૫ ખર વિશેષ ભાગ્યશાળી હોય છે અને આ વિદ્યાધરીની પેઠે એવી સ્ત્રીઓ મનપસંદ વદનકમળના રસનું પાન કરાવી પેાતાની આંખાને તૃપ્તિ આપતી હોઇ પૂર્વ પુણ્યના ફળરૂપ અમૂલ્ય સુખ અનુભવે છે. ^ આવી રીતે પ્રથમ ચિત્રપટની હકીકત કુમારે જોઇ લીધી. ત્યાર પછી બીજી છબી હાથમાં લીધી. તેમાં એક રાજહંસીને ચિતરવામાં આવી હતી: માટા દાવાનળ જંગલમાં ઉત્પન્ન ૨. વિયેાગી થયા હોય તે વખતે જંગલની લતા જેવી દગ્ધ થઇ રા જ હું સી. ગયેલી લાગે, અત્યંત હિમ પડવાથી કમળની ડાંડલી જેવી શ્યામ લાગે, પ્રભાતમાં સૂર્યના ઉદય થતાં ચંદ્રની લેખાની કાંતિ જેવી ચેારાઇ ગયેલી દેખાય, ભાંગેલી તૂટેલી અને ચીમળાઈ ગયેલી આંખાની માંજર જેવી લાગે, સર્વ નાશ પામી ગયેલ કૃપણ સ્ત્રી જેવી લાગે, તે પ્રમાણે સર્વ પ્રકારની ક્રાંતિ અને તેજ વગરની, અત્યંત શાકના દબાણુથી સર્વ અવયવે દુર્બળ થઇ ગયેલી અને ગળે પ્રાણુ આવી રહેલી તે રાજહંસી જેવામાં આવી. એ બીજા ચિત્રની નીચે પણ નીચે પ્રમાણેની એક દ્વિપદી ખંડ રૂપે કવિતા લખવામાં આવી હતીઃ इयमिह निजकहृदयवल्लभत रेदृष्टवियुक्त हंसिका । तदनुस्मरणखेद विधुरा बत शुष्यति राजहंसिका ॥ रचितमनन्तमपरभवकोटिषु दुःसहतर फलं यथा । पापमसौ नितान्तमसुखानुगता भवतीदृशी जनः ॥ “ આ રાજહંસી પોતાના હૃદયમાં રહેલા વહાલાને નજરે તૈયા પછી તેથી વિયોગ પામેલી હંસી જેમ તેને વારંવાર યાદ કરી કરીને વધારે વધારે ખેદ પામે તેની જેમ સુકાઇ જાય છે. જેણે બીજા કરોડો ભવામાં જેનું ફળ ન સહન કરી શકાય તેવું અનંત પાપ કર્યું હોય છે તેને હે મનુષ્યો ! આવી અસુખ (દુઃખ )ની દશા જરૂર પ્રાપ્ત થાય છે. ૩૩ ૧ અહીં અન્યાક્તિ અલંકાર છે. ભાગ્યશાળી સ્ત્રીએ પતિ સાથે સંભાષણ વિગેરે કરીને ખરૂં સુખ અનુભવે છે. વિદ્યાધરના જોડલાં પેઠે સુખ અનુભવવા હિરકુમારને અત્ર આમંત્રણ છે. વિદ્યાધર મિથુનને અંગે જે વાત બતાવી છે તે ભવિષ્યમાં પેાતે અને કુમાર ( મંજરી અને હર ) અનુભવે એવી હ્રદયભાવના ખતાવી છે. આ દ્વિપદીખંડમાં અનુક્રમે ૨ વર્ણમતદૃષ્ટને બદલે વછમ રતહૃદ પાઠ પ્રતમાં છે. ૨૩,૨૧,૨૭,૨૦ માત્રા છે. એ પ્રાકૃત છંદ જણાય છે. ૩ આ પણ અન્યાક્તિ છે. રાજહંસીની વિરહદશા ખતાવી. પેાતાની એવી દશા વર્ણવે છે. e Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy