SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] સોળ બાળકે. સેળ કષાય, બાળકનું જોર, સંજ્ઞા અને શક્તિ, અનંતાનુબંધી ૪. વિમર્શ મામાએ જવાબમાં કહ્યું “ભાઈ પ્રકર્ષ! મેટા મોટા આચાર્ય મહાત્માઓએ અગાઉ એ સોળેને સામાન્ય રીતે કષાય એવું નામ આપ્યું છે અને સંસારમાં તે નામથી તેઓ ઓળખાય છે. હવે એમનું વિશેષ રૂપ પણ તને સમજાવું છું તે બરાબર લક્ષ્યમાં રાખજે. એ સોળમાં જે ચાર વધારે આગળ પડતાં અને મહાદુષ્ટ દેખાય છે તે સ્વભાવથી ઘણું ભયંકર છે અને તેમને અનંતાનુબંધીની સંજ્ઞા આપવામાં આવી છે. પેલે મિથ્યાદર્શન નામને સેનાપતિ છે તે એ ચારે અનંતાનુબંધી નામનાં બાળકને પોતાનાં બાળકો જેવાંજ ગણે છે અને જાણે તે પોતે જ હોય અથવા પિતારૂપ જ તે હોય એમ માની લે છે અને એ ચારે બાળક પણ બહિરંગ પ્રદેશના લેકેને મિથ્યાદર્શન સેનાપતિના ભક્તો બનાવી દે છે અને તેમ કરવામાં પિતાની સર્વ શક્તિનો ઉપયોગ કરે છે. એને હેતુ એ છે કે જ્યાં સુધી વૈચિત્તવૃત્તિ મહાઅટીમાં એ ચાર છોકરાઓ લહેર કરતા હોય છે ત્યાં સુધી બાહ્ય મનુષ્યો એ મિથ્યાદર્શન વજીર તરફ એકચિત્ત રાખીને અને બીજા મનુષ્યો કાંઈ સમજણ આપે તે તરફ તદ્દન બેદરકાર રહીને ભક્તિપૂર્વક તેની ઉપાસના કર્યા જ કરે છે, તેના સેવક થઈને રહે છે અને તેમાં સંપૂર્ણ આનંદ લે છે. આ હકીકતનું પરિણામ એ થાય છે કે જ્યાં સુધી એ ચાર અનંતાનુબંધી બાળકે ચિત્તવૃત્તિ મહા ૧ એટલે સંસારને ગાય એટલે લાભ જેનાથી થાય તેને કષાય કહે છે. કષાયથી સંસારપર્યટન ઘણુંજ વધી પડે છે. ક્રોધ, માન, માયા અને લોલ એ ચાર કષાય છે અને એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એવા ચાર ચાર ભેદ હોવાથી સેળ થાય છે. ૨ અનંતાનુબંધીઃ સર્વથી આકરા કષાય, મિથ્યાત્વ સ્થિતિમાં હોય છે અને મિયાદશનનું કારણ પણ તે જ છે. અનંતાનુબંધી કષાયવાળા મિથ્યાત્વમાં અનંત કાળ સબવ્યા કરે છે. આ કષાય જાવજીવ રહે છે અને આખરે નરક ગતિનું કારણું બને છે. એના વિશેષ સ્વરૂપ માટે જુઓ કર્મગ્રંથ પ્રથમ-ગાથા ૧૮-૨૦ મી અને તે પરની ટીકા. ૩ પ્રત્યેક પ્રાણીની ચિત્તવૃત્તિ અટવી જુદી હોય છે તેથી આ વાત બરાબર બેસતી આવે છે. જેની ચિત્તવૃત્તિમાં આ ચાર બાળકે લીલા કરતા હોય છે તે શિશ્ચાદર્શનનો ભક્ત છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy