SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમૂલપર્યન્ત નગર, દૃષ્ટાન્તમાં અનેક પ્રાણુઓથી ભરપૂર અને સદા સ્થિર રહેનારું એક અદષ્ટમલપત નામનું નગર કહ્યું તે આ આદિ અને અંત વગરને, અવિચિછન્ન રૂપવાળે અને અનંતા પ્રાણીઓના સમૂહથી ભરેલે સંસાર સમજ. આ સંસારનું નગરપણું કપ્યું છે તે બરાબર છે. એ નગરમાં ઘળાં ઘરની હાર બતાવી છે તે આ સંસાર નગરમાં દેવલોક વિગેરે સ્થાને સમજવાં; બજારના માર્ગો તે નગરમાં કહ્યા છે તે આ સંસાર નગરમાં એક જન્મમાંથી બીજા જન્મમાં અવતાર લેવાની પદ્ધતિ સમજવી; જાદા જુદા વેપાર કરવાનાં કરિયાણુરૂપ નાના પ્રકારનાં સુખદુ:ખ સમજવાં; તેની (ચીની) કિમત સમાન અહીં અનેક પ્રકારનાં પુણ્ય પાપ સમજવાં; તે નગરમાં વિચિત્ર પ્રકારનાં ચિત્રોથી ઉજળાં લાગતાં અનેક દેવળે કહેવામાં આવ્યાં છે તે આ સંસારનગરમાં સુગત, કણભ, અક્ષપાદ, કપિલ વિગેરેએ ૧. પૃ. ૧૫ પરનો આખો પર અહીં વાંચી લે. ૨ બજારમાં વસ્તુ ખરીદવા માટે જેમ પૈસાની જરૂર પડે છે તેમ અહીં પુણ્ય અને પાપથી સુખ અને દુઃખ અનુક્રમે ખરીદી શકાય છે. ૩ બુદ્ધદેવ. આ બૌધ વિગેરે સર્વ મતોનું સ્વરૂપ આનંદઘન પદ્યરસાવલી (પ્રથમ ભાગ)માં પૃ. ૩૯૧ પર વિસ્તારથી આપ્યું છે. બૌધે ક્ષણિકવાદી છે, આ મતના સ્થાપક બુદ્ધદેવને સુગત કહેવામાં આવે છે. આ મતે પર પાંચમા પ્રસ્તાવમાં પુષ્કળ વિવેચન આવશે ૪ કણભક્ષ. વૈશેષિક દર્શનના સ્થાપનારને કણભક્ષ અથવા કણાદ કહેવામાં આવે છે. સદર પુસ્તકના પૃ. ૩૯૮ પર આ સંબંધમાં વિશેષ હકીકત બતાવવામાં આવી છે. એ મત પરમાણુવાદીના નામથી ઓળખાય છે. - ૫ અક્ષપાદ. ન્યાયદર્શનના પ્રણેતા. તે ગૌતમના નામથી પણ પ્રસિદ્ધ છે. નૈયાયિકે સાત પદાર્થ માને છે, વૈશેષિકે સેળ માને છે. જુઓ સદર પુસ્તક પૃ. ૩૯૨. ૬ કપિલ. સાંખ્યદર્શન બતાવનાર કપિલના નામથી ઓળખાય છે. આ દર્શન ૨૫ તત્વ માને છે. આ ઉપરાંત પાંચમું જૈમિનીય દર્શને આવે છે. આ દર્શન સંબંધી વિસ્તારથી હકીક્ત શ્રીષદશનસમુચય ગ્રંથમાં શ્રી હરિભદ્ર સૂરિએ બતાવી છે. છએ દર્શન તથા બીજા સંપ્રદાયની હકીકત એકતાળીશમા પદના વિવેચનમાં અવતરણરૂપે કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy