SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૭૩ મારણ ઔષધ (antidote)તરીકે કામ કરી શકે છે. અર્વાચીન યુરોપે પસંદ કરેલી દિશામાં થના૨ ભ્રાન્તિઓ અને સ્ખલનોની યાદ તે અમને યુરોપિયનોને કરાવી શકે છે. ખામીઓની પૂર્તિ કરવામાં અને એકાંગી વિકાસને સુધારવામાં તે મદદ કરી શકે છે. હેગલ અનુસાર, યુરોપે કરેલી મુખ્ય ભૂલો છે – તેનો વધુ પડતો સ્વકેન્દ્રીયતાવાદ અને માનવકેન્દ્રીયતાવાદ; કોઈક દૃઢ અધિષ્ઠાન અને સંદર્ભથી પોતાની જાતને અલગ કરવાનું, પોતાની વિશેષતાનું પોતાની સમક્ષ જ પ્રદર્શન કરવાનું અને કેવળ અહંમોહમાં પોતાની જાતને જ ભૂલી જવાનું વલણ... યુરોપીય ચિંતન મિથ્યાભિમાનનો અતિરેક છે. આ મિથ્યાભિમાનથી, આ એકાંગી સ્વકેન્દ્રીયતાથી ઊલટું ઘનિષ્ઠ એકતા ભારતમાં પ્રવર્તે છે. તેમાં મિથ્યાભિમાન નથી. ત્યાં અધિષ્ઠાન છે જેમાં સઘળું મિથ્યાભિમાન નાશ પામે છે. ભારતીય પરંપરા આપણને યુરોપિયનોને જેની સતત યાદ અપાવતી રહે છે તે આ એકતારૂપ-અભેદરૂપ અધિષ્ઠાન છે; તેને જાણી લેવું; વૈયક્તિક ચેતનાને તે નિત્ય, શાન્ત અને શાન્તિપ્રદ એકતામાં અવગાહન કરાવવું, દ્રવ્યમયતાને દઢપણે સ્થાપવી અને તેમાં મિથ્યાભિમાનને તેની સઘળી ચતુરાઈ સાથે ડુબાડી દેવું એ આપણા યુરોપિયનો માટે મહત્ત્વનું છે. શરૂઆતમાં હેગલ માનતા કે ભારતમાં સાચું (real) તત્ત્વજ્ઞાન નથી. પરંતુ પછી કોલબ્રૂકના નિબંધોના અધ્યયનના પરિણામે, હેગલ ભારતીય તત્ત્વજ્ઞાનને સાચા તત્ત્વજ્ઞાન તરીકે ગણવા લાગ્યા. કોલબૂકનો હેવાલ હેગલને એવા સ્પષ્ટ નિર્ણય તરફ દોરી જાય છે કે ભારતમાં ખરું તત્ત્વજ્ઞાન છે, અને ભારતમાં તત્ત્વજ્ઞાનની સિસ્ટિમો છે; તે ઉમેરે છે કે આ સિસ્ટિમો યુરોપમાં પહેલાં જાણીતી ન હતી, અને ધાર્મિક ખ્યાલો સાથે તેમને સેળભેળ કરી દેવામાં આવી હતી. ભારતીયોના ખરા તત્ત્વજ્ઞાનને તેમના ધર્મસંપ્રદાયોથી, યોગપરંપરાથી અને એવી અન્ય બાબતોથી અલગ કરવાનું છે. તે ભારતીય તત્ત્વજ્ઞાન “સુવિકસિત અને નિશ્ચયાત્મક ચિંતનમાંથી પસાર થતો એક માર્ગ છે, એક પ્રસ્થાન છે. આ (ખરા તત્ત્વજ્ઞાન) વિશે અમને યુરોપિયનોને અત્યાર સુધી નહિવત્ જાણવા મળ્યું છે.’ શેલિંગ (ઈ.સ.૧૭૭૫-૧૮૫૪) Darstellung meines Systems der Philosophie (‘તત્ત્વજ્ઞાનની મારી સિસ્ટિમની રજૂઆત') નામના પોતાના પુસ્તકમાં ‘આત્યન્તિક એકતાની સિસ્ટિમ'ના પોતાના વિચારને વિકસાવે છે અને તત્ત્વજ્ઞાનના અંતિમ ધ્યેય તરીકે ઉદાસીનતાના તે બિંદુની ઘોષણા કરે છે જે અદ્વૈત પ૨મ તત્ત્વને નિર્વિભક્ત કે આત્યન્તિક એકતા તરીકે પ્રાપ્ય બનાવે છે. શેલિંગના મતે વેદાન્ત એ સર્વોન્નત ચેતનાદ્વૈતવાદ કે અધ્યાત્મવાદ સિવાય બીજું કંઈ નથી. વેદાન્ત જગતને માયા તરીકે, ભ્રાન્ત સત્ તરીકે જુએ છે. જ્યારે માયા પોતે સ્રષ્ટા સમક્ષ પોતાને પ્રગટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy