SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૬૭ બધા દાર્શનિક સંપ્રદાયો-સિદ્ધાન્તો ક્યાંથી સંભવે ? અલબત્ત, એક વિચારધારા તરફી પોતાનું વલણ એક વા૨ દાર્શનિકનું બનતાં તે તેનાં શાસ્ત્રીય સાહિત્યનો ઉપયોગ કરે અને તે વિચારધારાને પોતાની બુદ્ધિશક્તિથી પુષ્ટ કરવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે પણ ત્યાંય સ્વતન્ત્ર મત ધરાવવાને અવકાશ હોય છે જ. ઉદાહરણાર્થ મીમાંસાદર્શન લો. તેમાં કુમારિલ, પ્રભાકર, મુરારિ અને ભટ્ટ નારાયણ કેટલીય બાબતોમાં સ્વતન્ત્ર વિચારો ધરાવતા હતા. ભારતીય દર્શનમાં મૌલિકતા નથી એવો આક્ષેપ કરનારા બાદરાયણના વેદાન્તસૂત્રો ઉપરના ટીકા સાહિત્યને લક્ષમાં રાખીને આક્ષેપ કરે છે. તેમનું કહેવું છે કે વેદાન્તના ભિન્ન ભિન્ન સંપ્રદાયો વેદાન્તસૂત્રોની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીને સ્થપાય છે, સ્વતન્ત્ર મૌલિક ગ્રન્થો રચીને નહિ. પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે વેદાન્તસૂત્રો એ તો તે તે દર્શનકારને મન પોતાની મૌલિકતાના પ્રચારપ્રસાર માટેનું પ્રસિદ્ધ વાહન માત્ર છે, પોતાની મૌલિકતા ટાંગવાની ખીંટી માત્ર છે. તેમણે વેદાન્તસૂત્રની પ્રતિષ્ઠા(goodwill)નો પોતાનો માલ વેચવા માટે ઉપયોગ કર્યો છે. જો વેદાન્તના સંપ્રદાયોમાં મૌલિકતા ન હોય તો તેઓ આટલા બધા એકબીજાથી ભિન્ન કેમ હોય અને તેમનો તર્ક, તેમનું લોજીક આટલું બધું જુદું કેમ હોય ? ગ્રીક અને ભારતીય તત્ત્વચિન્તનનો સંબંધ સામાન્ય રીતે તત્ત્વચિન્તનની ગ્રીક અને ભારતીય પરંપરાઓને પ્રાચીન ગણવામાં આવે છે. તે બે પરંપરાઓની એકબીજા પરની અસર વિશે વિદ્વાનોમાં મતભેદ છે. ગાર્બે જેવા વિદ્વાનો ભારતીય પરંપરાનો ગ્રીક પરંપરા ઉપર પ્રભાવ સ્વીકારે છે. મેક્સમ્યૂલર તે બન્ને પરંપરામાં જણાતી સમાનતાઓને એકબીજાની અસરનું પરિણામ ન માનતાં માનવ ચિત્તમાં જુદા જુદા કાળે અને જુદા જુદા દેશે સમાન પ્રશ્નો અને સમાન ઉકેલો સ્વતન્ત્રપણે ઉદ્ભવવાની શક્યતા સ્વીકારે છે. તેમના મતે ગ્રીક અને ભારતીય તત્ત્વચિન્તન સમાન્તર, પરસ્પરના પ્રભાવ વિના, પ્રવૃત્ત થયાં છે. રાધાકૃષ્ણન્ એ નિર્ણય ઉપર આવ્યા છે કે ગ્રીક તત્ત્વચિન્તનની ઘણી આધ્યાત્મિક બાબતો તેમજ સંયમપ્રધાન જીવનની બાબતો ઉપર ભારતીય તત્ત્વચિન્તનની ચોક્કસ અસર છે. પરસ્પરના પ્રભાવ વિશેનો આ પ્રશ્ન સિકંદરના ભારત ઉપરના આક્રમણ પહેલાંના સમયને અનુલક્ષીને છે. સિકંદરના આક્રમણ પછી ભારતીય પરંપરાનો પ્રભાવ ગ્રીક પરંપરા ઉપર પડ્યો છે. ૧. Philosophy of Anciet India, 1897, p. 32ff. ૨. The Six Systems of Indian Philosophy, 1903, pp. 58-67. 3. Eastern Religion and Western Thought, ચોથું પ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy