SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૮૩ મધ્યસ્થભાવે અધ્યયન કરે અને પછી વિચાર કરી તેમના સત્યાસત્યનો નિર્ણય કરે. કોઈ પણ દર્શનની વાત “અમુક આચાર્ય કહી છે માટે આંખો બંધ કરી વગર વિચારેન માનવી જોઈએ. કહ્યું પણ છે કે – “જે દુરાગ્રહી છે, સામ્પ્રદાયિક આસક્તિથી જેની બુદ્ધિ વિકૃત બની ગઈ છે તે પોતાની બુદ્ધિએ જે પદાર્થને જે રીતે ગ્રહણ કરી રાખ્યો છે તેને જ યુક્તિઓની ખેંચતાણ કરી ગમે તેમ કરીને ખરો કરવા જ પ્રયત્ન કરે છે. તેનો મૂલમન્ટ જ “જે હું કહું છું કે જે મેં જાણ્યું છે તે જ સત્ય છે એ છે. તેથી યુક્તિઓને ખેંચતાણીને પોતાના મતને જ સિદ્ધ કરવા તે અનુચિત પ્રયત્નો કરે છે. પરંતુ જે સ્વમતપક્ષપાતથી રહિત છે, મધ્યસ્થભાવે પોતાની બુદ્ધિનો સમતોલન કરી ઉપયોગ કરે છે તે સમજદારની બુદ્ધિ તો જે પદાર્થને યુક્તિઓ જે રૂપમાં સિદ્ધ કરે તે પદાર્થને તે જ રૂપમાં સ્વીકારવા સદા તત્પર રહે છે. તેમનો સિદ્ધાન્ત તો એ હોય છે કે “જે સત્ય પુરવાર થાય તે જ મારો મત છે, યુક્તિસિદ્ધ વસ્તુને પૂર્વગ્રહથી સર્વથા મુક્ત બનીને સ્વીકારવા માટે સદા તત્પર રહેવું જોઈએ.”[ ] 21. अयमत्र भावार्थ:- सर्वदर्शनानां परस्परं मतविरोधमाकर्ण्य मूढस्य प्राणिनः सर्वदर्शनस्पृहयालुतायां निजदर्शनैकपक्षपातितायां वा दुर्लभं स्वर्गापवर्गसाधकत्वम्, अतो मध्यस्थवृत्तितया विमर्शनीयः सत्यासत्यार्थविभागेन तात्त्विकोऽर्थः, विमृश्य च श्रेयस्करः पन्थाभ्युपगन्तव्यो यतितव्यं च तत्र कुशलमतिभिः। 21. તાત્પર્ય એ છે કે-બધાં દર્શનોની પરસ્પર વિરોધી વાતો સાંભળીને મૂઢ જન કાં તો બધાં દર્શનોને આંખો મીચીને સત્ય માની લે છે કાં તો સામ્પ્રદાયિક રાગના કારણે પોતાના મતને દુરાગ્રહથી વળગી રહે છે. આ બન્ને દશાઓમાં તેના સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ કઠિન છે, કેમ કે બધાં દર્શનોની પરસ્પર વિરોધી ક્રિયાઓનું અનુષ્ઠાન અશક્ય હોવાના કારણે કાં તો તે ક્રિયાશૂન્ય બની નિદ્યોગી બની જશે કાં તો પોતાના જ સંપ્રદાયની અપરીક્ષિત ક્રિયાઓનું આચરણ કરી મિથ્યાચારિત્રી બની જશે. નિરુદ્યોગી બનવું કે મિથ્યા આચરણ કરવું બેય લક્ષ્ય પહોંચાડવા અસમર્થ છે. તેથી સમજદાર ડાહ્યા જનોનું એ આદ્યકર્તવ્ય છે કે તેઓ મધ્યસ્થભાવે તાત્ત્વિક અર્થનો સારી રીતે વિચાર કરે અને પછી સત્યાસત્યનો નિર્ણય કરી શ્રેયસ્કર માર્ગને પસંદ કરે તથા તે માર્ગ અનુસાર આચરણ કરી સ્વ-પરનું કલ્યાણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy