SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વીતરાગતાની અર્થાત્ પૂર્ણ સુખની પ્રાપ્તિન થઈ અને અધવચ્ચે જ મરી ગયા તથા જે કંઈ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આદિ પ્રાપ્ત કર્યું હતું એ પણ ચાલ્યું ગયું, આગલા જન્મમાં પુનઃ આ જન્મની જેમ જ દુ:ખી થવું પડશે, વગેરે વિચારોને ભારતીય દર્શનોમાં સ્થાન નથી. પોતાના અધિકાર પ્રમાણે સાધના દ્વારા જે કંઈ દર્શન, જ્ઞાન, શુદ્ધિ આદિ જીવ એક જન્મમાં પ્રાપ્ત કરે છે તેમનો નાશ મરણથી થતો નથી. તે બધાં તો જીવાત્માની સાથે એક જર્જર શરીરને છોડીને બીજા નવા શરીરમાં જાય છે અને બીજા જન્મમાં એ જીવ પૂર્વજન્મના સંચિતથી આગળ વધે છે. ભારતીય દર્શનો આમ નિરાશાવાદી તો નથી જ પણ ઊલટું આશાવાદી છે અને વધારામાં નિર્ભય બનાવનાર છે. ભારતીય દાર્શનિકો ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ આંખ બંધ કરીને આગમમાં જે કહ્યું હોય છે તે સ્વીકારી લે છે. આગમવચનથી સ્વતંત્ર રીતે વિચારતા નથી. આ કારણે ભારતીય દર્શનમાં મૌલિકતા નથી તેમ જ તર્કને પણ સ્થાન નથી. આ આક્ષેપ યોગ્ય નથી. પહેલાં આપણે જોયું કે તત્ત્વદર્શન માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન ત્રણેય આવશ્યક છે. એ ત્રણમાં મનનનું સ્થાન કોઈ પણ રીતે સંકુચિત નથી. આગમતથા ચિન્તકોનો એ આદેશ છે કે યુક્તિઓ દ્વારા જયાં સુધી કોઈ ઉપદેશ, આગમવચન કે આHવાક્યના સંબંધમાં પૂરેપૂરો વિચાર કરી નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કથનનો સ્વીકાર ન કરવો જોઈએ. રાગ, દ્વેષ, આવેશ યા. કદાગ્રહ છોડીને તર્કના નિયમો અનુસાર તેના ઉપર પૂરો વિચાર કરવો જોઈએ. અલબત્ત, એક વાત છે કે પાશ્ચાત્ય દાર્શનિકોની જેમ ભારતીય દાર્શનિકો કેવળ તર્ક પર નિર્ભર નથી રહેતા. જે પ્રદેશમાં તર્ક કંઈ કરી શકે તેમ નથી તે પ્રદેશમાં તર્કને પ્રયોજવો યોગ્ય નથી. તકને પોતાનું ક્ષેત્ર છે, તેને પોતાની મર્યાદા છે. ભારતીય દર્શન તર્કવિરોધી નથી પરંતુ તર્કનો ઉપયોગ તર્કથી ઉપર ઊઠવામાં પણ કરવાનો છે એ વાત ભારતીય દર્શન કહે છે. તર્ક એ ધ્યેય સુધી પહોંચવા માટેનું સાધન છે, એક ભૂમિકા છે. તે સાધનનું કામ પતે એટલે તેને છોડવાનું છે, તે ભૂમિકાથી આગળ જવાનું છે. પરંતુ આનો અર્થ એ તો હરગિજ ન કરવો જોઈએ કે ભારતીય દર્શન તર્કવિરોધી છે કે તેનામાં તાર્કિકતાની ઊણપ છે. ભારતીય દર્શનની તાર્કિકતા અજોડ છે, તેની સૂક્ષ્મતા ધારદાર છે, તેનું ખેડાણ વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિકો દિદ્ભાગ, ધર્મકીર્તિ અને નાગાર્જુનના ગ્રન્થો, જૈન દાર્શનિકો અકલંક, વિદ્યાનન્દ અને યશોવિજયના ગ્રન્થો, ન્યાય-વૈશેષિક દાર્શનિકો જયંત ભટ્ટ, ઉદયનાચાર્ય અને ગંગેશના ગ્રન્થો, મીમાંસક ચિન્તકો કુમારિલ અને પ્રભાકરના ગ્રન્થો ભારતીય દર્શનની તાર્કિકતાના પુરાવાઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy