SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૫૯૯ છે. આ રીતે દ્રવ્યની સંખ્યા નિશ્ચિતપણે નિયત થઈ જવાથી છાયા અને અન્ધકાર દ્રવ્યો નથી. છાયા અને અન્ધકાર તો તેજોદ્રવ્યના અભાવરૂપ છે. [તેથી તેઓ અભાવપદાર્થ છે, નહિ કે દ્રવ્યપદાર્થ. અલબત્ત,કેટલાક આચાર્યો અભાવને સાતમો પદાર્થ માને છે, બધા માનતા નથી.] ‘ભૂ’ શબ્દનો અર્થ છે પૃથ્વી. પૃથ્વીનું લક્ષણ કાઠિન્ય છે. માટી, પથ્થર, વનસ્પતિ એ પૃથ્વીનાં રૂપો છે. ‘જલ' શબ્દનો અર્થ પાણી છે. પાણી નદી, સમુદ્ર, બરફ આદિ રૂપોમાં મળે છે. ‘તેજ’ શબ્દનો અર્થ છે અગ્નિ. તેના ચાર પ્રકાર છે - (૧) લાકડાં આદિ ઈંધનથી પ્રકટતો અગ્નિ ભૌમ જાતિનો છે. (૨) સૂર્ય, વીજળી આદિમાં જે અગ્નિ છે તે દિવ્ય જાતિનો છે. (૩) જેનાથી ભોજન પચે છે તે જઠરાગ્નિ છે. (૪) ખાણમાંથી નીકળતા સુવર્ણ આદિ પદાર્થોનો અગ્નિ આકરજ છે. ‘અનિલ’ શબ્દનો અર્થ છે વાયુ. આ પૃથ્વી આદિ ચાર દ્રવ્યો અનેકવિધ છે. તેઓ વિવિધ રૂપોમાં મળે છે. 7. अन्तरिक्षमाकाशम् । तच्चैकं नित्यममूर्तं विभु च द्रव्यम् । विभुशब्देन विश्वव्यापकम् । इदं च शब्देन लिङ्गेनावगम्यते, आकाशगुणत्वाच्छब्दस्य । द्वन्द्वे भूजलतेजोऽनिलान्तरिक्षाणि । 7. ‘અન્તરિક્ષ’ શબ્દનો અર્થ છે આકાશ. આકાશ દ્રવ્ય નિત્ય, એક, અમૂર્ત અને વિભુ છે. ‘વિભુ’ શબ્દનો અર્થ છે સર્વવ્યાપી. શબ્દ આકાશનો ગુણ છે, તેથી શબ્દ નામના લિંગથી આકાશનું અનુમાન થાય છે. ‘ભૂજલતેજોડનિલાન્તરિક્ષ’એ દ્વન્દ્વ સમાસ છે. 8. कालः परापरव्यतिकरयौगपद्यायौगपद्यचिरक्षिप्रप्रत्ययलिङ्गो द्रव्यम् । तथाहि परः पितापरः पुत्रो युगपदयुगपद्वा चिरं क्षिप्रं कृतं करिष्यते वेति यत्परापरादिज्ञानं तदादित्यादिक्रियादव्यव्यतिरिक्तपदार्थनिबन्धनं तत्प्रत्ययविलक्षणत्वात्, घटादिप्रत्ययवत् । योऽस्य हेतुः स पारिशेष्यात्कालः । स चैको नित्योऽमूर्ती विभुर्दव्यं च । 8. પરત્વપ્રતીતિ (‘આ આનાથી પહેલાં થયું છે’ એવી પ્રતીતિ), અપરત્વપ્રતીતિ (‘આ આનાથી પછી થયું છે' એવી પ્રતીતિ) વ્યતિકરપ્રતીતિ અર્થાત્ પરત્વાપરત્વપ્રતીતિ (‘આ આનાથી પહેલાં થયું છે પણ આનાથી પછી થયું છે’ એવી પ્રતીતિ), અયૌગપદ્યપ્રતીતિ (‘આ બન્ને સાથે નથી થયાં એવી પ્રતીતિ), યુગપત્પ્રતીતિ (‘આ બન્ને સાથે થયાં છે’ એવી પ્રતીતિ), ચિરત્વપ્રતીતિ (‘આ લાંબે ગાળે થયું' એવી પ્રતીતિ), ક્ષિપ્રત્વપ્રતીતિ (‘આ ઝડપથી થયું’ એવી પ્રતીતિ) – આ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy