SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ‘ન હિંસ્યાત્સર્વભૂતાનિ'' [ ] કૃતિ ‘ન હૈ હિંન્નો મવેત્'' [ 1 इति चाभिधाय "महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेत्" [ याज्ञ० स्मृ० १९९ ] इति जल्पतो वेदस्य कथं न पूर्वापरविरोधः । तथा "न हिंस्यात्सर्वभूतानि " [ ] इति प्रथममुक्त्वा पश्चात्तदागमे पठितमेवम्" षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनान्यूनानि पशुभिस्त्रिभिः ॥ १॥" [ 1 तथा " अग्नीषोमीयं पशुमालमेत" [ ऐतरेय आ० ६।१३ ] "सप्तदश प्राजापत्यान्पशूनालभेत " [ तैत्ति० सं० १।४ ] इत्यादिवचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते । ૫૮૯ 464. મીમાંસક મતમાં પૂર્વાપર વિરોધ આ પ્રમાણે છે – વેદમાં એક સ્થાને તો “કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી”, “કદી પણ હિંસક ન બનવું” એવાં અહિંસા આચરવાની આજ્ઞા કરતાં વચનો છે. તથા વેદમાં જ અન્યત્ર “શ્રોત્રિય બ્રાહ્મણના આતિથ્ય માટે સાંઢ કે મોટા બકરાનો ઉપયોગ કરવો” [યાજ્ઞવલ્ક્યસ્મૃતિ ૧૯૯] એવી સાંઢ યા બોકડાની મહાહિંસા કરવાની આજ્ઞા છે. આવાં વિધાનો કરતો વેદ પૂર્વાપર વિરોધી વચનો ધરાવતો કેમ ન કહેવાય ? વળી, “કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી’' એમ કહ્યા પછી “અશ્વમેધ યજ્ઞના મધ્યમ દિનમાં છસોમાં ત્રણ ઓછાં અર્થાત્ ૫૯૭ પશુઓનો વધ કરવામાં આવે છે”, “અગ્નિોમ યજ્ઞ સંબંધી પશુનો વધ કરવો’’[ઐતરેય આ૦.૬.૧૩], “પ્રજાપતિ યજ્ઞ સંબંધી સત્તર (૧૭) પશુઓનો વધ કરવો’’ [તૈત્તિરીયસં.૧.૪] ઇત્યાદિ હિંસા કરવાનાં ક્રૂર આજ્ઞાવચનો કહેવાં એ શું પૂર્વાપર વિરોધ નથી ? 465. तथानृतभाषणं प्रथमं निषिध्य पश्चादूचे "ब्राह्मणार्थे ऽनृतं યાત્'' [ ] કૃત્યાદ્રિ । તથા "न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन्न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे पञ्चानृतान्याहुरपातकानि । " [સિ૰ ધર્મ૰દ્દારૂ૬ ] 465. વળી, પહેલાં અસત્ય બોલવાનો નિષેધ કરીને પછી “બ્રાહ્મણના લાભ ખાત૨ અસત્ય બોલવામાં કોઈ દોષ નથી” તથા “હે રાજા, હસીમજાકમાં અસત્ય બોલવામાં કોઈ હાનિ નથી, તેવી જ રીતે સ્ત્રીઓ સાથેની વિલાસગોષ્ઠીમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy