SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૮૫ 340. Maોક્ષેપUવક્ષેપUનિપ્રસાર પ્રમUTીન્દ્રને રેવનपूरणचलनकम्पनान्यस्थानप्रापणजलाहरणजलादिधारणादिक्रियाणां तत्तत्कालभेदेन तरतमयोगेन वानन्तानां हेतुत्वेन घटस्यानन्ताः क्रियारूपाः स्वधर्माः, तासां क्रियाणामहेतुभ्योऽन्येभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माश्च । - 340. ક્રિયાની દૃષ્ટિએ તે જ ઘડો ઉપર ઉછાળી શકાય છે, નીચે પાડી શકાય છે, સંકોચી શકાય છે, ફેલાવી શકાય છે, આમતેમ ઘુમાવી શકાય છે, તે ઝમે છે, તે ખાલી પણ કરાય છે, ભરાય પણ છે, તે હાલે છે, તે કંપે છે, તે અન્ય સ્થાને પહોંચાડાય છે, તે પાણી ભરી લઈ જવાના કામમાં આવે છે, તે કૂવામાંથી પાણી ખેંચવાના કામમાં આવે છે, તે પાણીને ધારણ કરી રાખે છે – આમ ઘડો અસંખ્ય ક્રિયાઓનું કારણ હોવાથી અનેક સ્વભાવવાળો છે. તથા એ બધી ક્રિયાઓના ત્રણ કાળના ભેદે તથા તરતમભાવના ભેદે અનન્ત ભેદો થાય છે. તે ઘડો આ અનન્ત પ્રકારની ક્રિયાઓનું કારણ બને છે, તેથી તે ઘડો અનન્ત ક્રિયાઓવાળો હોવાથી અનન્તધર્મોવાળો છે. આ બધા અનન્ત ધર્મો તેના સ્વધર્મો છે તથા આ બધી ક્રિયાઓનાં જે પદાર્થો કારણ હોતા નથી તે બધાથી ઘડી આવૃત્ત હોવાથી તે બધા ઘડાના અનન્ત પરધર્મો છે. 341. સામાન્યતઃ પુનઃ પ્રાપુનીત્યાતિતતિન્નેવું છે કે વિશ્વવनामनन्ताः स्वपरपर्याया भवन्ति तेष्वेकद्विव्याद्यनन्तपर्यन्तधर्मैः सदृशस्य घटस्यानन्तभेदस्यानन्तभेदसादृश्यभावेनानन्ताः स्वधर्माः । 341. વળી, પહેલાં જણાવ્યા મુજબ અતીત આદિ કાળોમાં જગતની બધી વસ્તુઓનાં જેટલા પ્રકારના સ્વધર્મો અને પરધર્મો થાય છે તે બધામાંથી પ્રકૃત ઘડો અન્ય ઘડાઓ સાથે એક, બે, ત્રણ આદિ અનન્ત ધર્મોમાં સમાનતા ધરાવે છે, ઘડાઓ સાથે જ નહિ અન્ય પદાર્થો સાથે પણ પ્રકૃત ઘડાની એક, બે, ત્રણ આદિ ધર્મોમાં સમાનતા મળે છે. તેથી સાદેશ્યરૂપ સામાન્યની દૃષ્ટિએ ઘડાના અનન્ત સદશપરિણમનરૂપ સ્વભાવો બની શકે છે. આ રીતે સામાન્યની અપેક્ષાએ ઘડામાં સ્વપર્યાયો અને તેનાથી ભિન્ન ધર્મોની અપેક્ષાએ પરપર્યાયોનો વિચાર થાય છે. 342. विशेषतच घटोऽनन्तद्रव्येष्वपरापरापेक्षयैकेन द्वाभ्यां त्रिभिर्वा यावदनन्तैर्वा धमॆविलक्षण इत्यनन्तप्रकारवैलक्षण्यहेतुका अनन्ताः स्वधर्माः, अनन्तद्रव्यापेक्षया च घटस्य स्थूलताकृशतासमताविषमतासूक्ष्मताबादरतातीव्रताचाकचिक्यसौम्यतापृथुतासंकीर्णतानीचतोच्चताविशालमुखतादयः प्रत्येकमनन्तविधाः स्युः । ततः स्थूलतादिद्वारेणाप्यनन्ता धर्माः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy