SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામત ૪૮૧ प्रत्येकमनन्ताः स्वपरपर्याया अवगन्तव्याः, यत एकस्मिन्नप्यनन्तप्रदेशके स्कन्धेऽष्टावपि स्पर्शाः प्राप्यन्त इति सिद्धान्ते प्रोचानम् । तेनात्रापि कलशेऽष्टानामभिधानम् ।। 334. ભાવની દષ્ટિએ ઘડો પીળો છે, તેથી પીળા રંગની અપેક્ષાએ તે સત્ છે પણ અન્ય નીલ, લાલ આદિ રંગોની અપેક્ષાએ તે અસત છે. ઘડાનું આ પીળાપણું કોઈ પીળા દ્રવ્યથી બમણું પીળું છે, કોઈથી ત્રણ ગણું, કોઈથી ચાર ગણું, આ રીતે કોઈ અત્યન્ત ઓછા પીળા દ્રવ્યથી અનન્ત ગણું પીળું પણ હશે. આ જ રીતે ઘડાનું આ પીળાપણું કોઈ પીળા દ્રવ્યથી એક ગણું ઓછું પીળું, કોઈથી બમણું ઓછું પીળું, કોઈથી ત્રણ ગણું ઓછું પીળું અને આમ કોઈ પરિપૂર્ણ પીળા દ્રવ્યથી અનન્ત ગણું ઓછું પીળું પણ છે. તાત્પર્ય એ કે તરતમભાવે પીળાપણાના અનન્ત ભેદો થઈ શકે છે, તે અનન્ત ભેદો ઘડાના પીતપણાને અનુલક્ષીને સ્વપર્યાયો છે. તથા પીળાપણાની જેમ નીલ, લાલ આદિ રંગોના તરતમભાવે અનન્ત પ્રકારો થાય છે, તે બધા અનન્ત નીલ આદિ રંગોથી ઘડાનું પીળાપણું વ્યાવૃત્ત(પૃથફ) છે તેથી ઘડાના પીતપણાને અનુલક્ષી પરપર્યાયો પણ અનન્ત જ છે. તેવી જ રીતે રસને અનુલક્ષી ઘડાના પોતાના જે પણ મધુર આદિ રસ હશે તેના પણ રંગની (રૂપની જેમ તરતમભાવે અનન્ત ભેદો થશે, તે બધા ઘડાના સ્વપર્યાયો છે તથા નીલ આદિ પર રંગોની જેમ ખારો આદિ પર રસો પણ તરતમભાવે અનન્ત છે, તે બધાથી ઘડાનો રસ વ્યાવૃત્ત છે, તેથી રસને અનુલક્ષીને ઘડાના પરપર્યાયો પણ અનન્ત છે. તેવી જ રીતે ઘટની સુગન્ધના તરતમભાવે અનન્ત ભેદો થાય છે જેમને ઘટના સ્વપર્યાયો જાણવા તથા જે ગન્ધ ઘડામાં નથી તેના અનન્ત ભેદોને ઘટના પરપર્યાયો જાણવા. તેવી જ રીતે ગુરુ, લઘુ, મૃદુ, ખરબચડો, ઠંડો, ગરમ, ચીકણો અને લુખો આ આઠ સ્પર્શીના પણ, પ્રત્યેકના, તરતમભાવથી અનન્તભેદ થાય છે. તેમાંથી જે સ્પર્શી જે રૂપે ઘડામાં હોય તેમની અપેક્ષાએ ઘડાના અનન્ત સ્વપર્યાયો સમજવા અને જે સ્પર્શી ઘડામાં ન હોય તેમની અપેક્ષાએ ઘડાના અનન્ત પરપર્યાયો સમજવા. સિદ્ધાન્તમાં સ્પષ્ટ કહ્યું છે કે એક અનન્ત પ્રદેશવાળા સ્કન્ધમાં ગુરુ આદિ આઠેય સ્પર્શી મળે છે, તેથી આ ઘડામાં પણ આઠેય સ્પર્શોનું કથન કરવામાં આવ્યું છે. 335. अथवा सुवर्णद्रव्येऽप्यनन्तकालेन पञ्चापि वर्णा द्वावपि गन्धौ षडपि रसा अष्टावपि स्पर्शाश्च सर्वेऽपि तरतमयोगेनानन्तशो भवन्ति ।। तत्तदपरापरवर्णादिभ्यो व्यावृत्तिश्च भवति । तदपेक्षयापि स्वपरधर्मा अनन्ता अवबोधव्याः । शब्दतश्च घटस्य नानादेशापेक्षया घटाद्यनेकशब्दवाच्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy