SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૫ અપારમાર્થિક (વ્યાવહારિક) રૂપે પ્રત્યક્ષ તરીકે સ્વીકારેલ. ખરેખર મુખ્યપણે તો તે પરોક્ષ જ છે, કેમ કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ જ છે.] જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ ફક્ત આત્માની યોગ્યતાના બળે જ ઉત્પન્ન થાય છે તે જ પારમાર્થિક પ્રત્યક્ષ છે. પારમાર્થિક પ્રત્યક્ષના ત્રણ ભેદ છે—અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. 321. સાંવ્યવહારિ ઢેબા, ચક્ષુરાવીન્દ્રિયનિમિત્તે મનોનિમિત્તે હૈં । તદ્द्विविधमपि चतुर्धा, अवग्रहेहावायधारणाभेदात् । तत्र विषयविषयिसंनिपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः । अस्यार्थः विषयो द्रव्यपर्यायात्मकोऽर्थो, विषयी चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकत्वेनानुकूलो निपातो योग्यदेशाद्यवस्थानं तस्मादनन्तरं समुद्भूतमुत्पन्नं यत्सत्तामात्रगोचरं दर्शनं निराकारो बोधस्तस्माज्जातमाद्यं सत्तासामान्याद्यवान्तरैर्मनुष्यत्वादिभिर्विशेवैर्विशिष्टस्य वस्तुनो यद्ग्रहणं ज्ञानं तदवग्रहः । पुनरवगृहीतविषयसंशयानन्तरं तद्विशेषाकाङ्क्षणमीहा । तदनन्तरं तदीहितविशेषनिर्णयोऽवायः । अवेतविषयस्मृतिहेतुस्तदनन्तरं धारणा । 321. સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ છે – એક તો ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું ઇન્દ્રિયપ્રત્યક્ષ અને બીજું કેવળ મનથી ઉત્પન્ન થનારું માનસ પ્રત્યક્ષ. તે બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષના ચાર પ્રકારો છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. ઇન્દ્રિય અને પદાર્થનો યોગ્ય દેશસ્થિતિરૂપ સંબંધ થતાં સત્તામાત્રને વિષય કરનારું દર્શન ઉત્પન્ન થાય છે. આ દર્શનથી ઉત્પન્ન થનારું અવાન્તર ઘટત્વ આદિ સામાન્યથી યુક્ત ઘટાદિ વસ્તુનું આદ્ય ગ્રહણ અર્થાત્ જ્ઞાન અવગ્રહ છે. આનો વિવરણાર્થ આ છે— વિષય એટલે દ્રવ્યપર્યાયાત્મક અર્થ, વિષયી એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, તે બેના સમીચીન અર્થાત્ વિપર્યય સંશય આદિને ઉત્પન્ન ન કરનાર અનુકૂળ નિપાતથી અર્થાત્ યોગ્ય દેશસ્થિતિરૂપ સંબંધથી સત્તામાત્રને વિષય કરનારું નિરાકાર જ્ઞાનરૂપ દર્શન ઉત્પન્ન થાય છે. આ સત્તારૂપ સામાન્યને જ ગ્રહણ કરનાર દર્શન પછી તે દર્શનથી મનુષ્યત્વ આદિ અવાન્તર વિશેષ સામાન્યથી યુક્ત વસ્તુનું ‘આ મનુષ્ય છે’ એ આકારનું જે સૌપ્રથમ ગ્રહણ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે તે અવગ્રહ છે. અવગ્રહે ગ્રહણ કરેલા પદાર્થમાં ઉત્પન્ન થનાર સંશય પછી તે પદાર્થના વિશેષને જાણવાની ઇચ્છા ઈહા છે. [અવગ્રહે ગ્રહણ કરેલા પદાર્થમાં ઉત્પન્ન થનાર સંશય પછી વિચારણાપૂર્વક વિશેષનિર્ણય તરફ લઈ જતો ‘આ આવો જ હોવો જોઈએ' એવો ભવિતવ્યતાપ્રત્યય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy