SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામત ४०७ ભડભડ સળગી ઊઠવાથી સમૂલ નાશ પામી જાય છે તેવી જ રીતે જયારે વૈરાગ્યાદિભાવનાઓનો તીવ્ર ધ્યાનાગ્નિ પૂરેપૂરો સળગી ઊઠે છે ત્યારે રાગ આદિની ભીનાશ પણ આત્મા ઉપરથી સાવ ઊડી જાય છે, અર્થાત્ રાગાદિનો સમૂલ નાશ થઈ જાય છે. વૈરાગ્યાદિ પ્રતિપક્ષની ભાવનાની માત્રા જેમ વધતી જાય છે તેમ રાગાદિમાં ઘટાડો થતો જાય છે, આ ઉપરથી નિશ્ચિત થાય છે કે વૈરાગ્યાદિપ્રતિપક્ષની ભાવનાની માત્રા ઉત્કૃષ્ટ થતાં રાગાદિનો સમૂલ ઉચ્છેદ થઈ જાય છે. આ પ્રમાણે માનવું જોઈએ. 245. अथ यथा ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य मन्दता भवति तत्प्रकर्षे च ज्ञानस्य न निरन्वयो विनाशः, एवं प्रतिपक्षभावनोत्कर्षेऽपि न रागादीनामत्यन्तमुच्छेदो भविष्यतीति । 245. शं1-४वीरीत शानावरायभनो यथतनम मन्तातो. भावे છે પરંતુ જ્ઞાનવરણીયકર્મનો ઉદય ગમે તેટલો તીવ્ર કેમ ન હોય તેમ છતાં જ્ઞાનનો સમૂળ નાશ તો થતો જ નથી અને તમે જૈનો પણ એવું જ માનો છો,) તેવી જ રીતે વૈરાગ્યાદિપ્રતિપક્ષભાવનાઓથી ક્રમશઃ મન્દ પડનારા રાગાદિને તે ભાવનાઓનો ગમે તેટલો પ્રકર્ષ કેમ ન થાય પણ તે સમૂલ નષ્ટ તો ન જ કરી શકે. રાગાદિનો કંઈક અંશ તો બચ્યો રહેશે જ. 246. तदयुक्तम्; द्विविधं हि बाध्यं, सहभूस्वभावं सहकारिसंपाद्यस्वभावं च । तत्र यत्सहभूस्वभावं, तन्न बाधकोत्कर्षे कदाचिदपि निरन्वयं विनाशमाविशति । ज्ञानं चात्मनः सहभूस्वभावम् । आत्मा च परिणामिनित्यः, ततोऽत्यन्तप्रकर्षवत्यपि ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य न निरन्वयो विनाशः । रागादयस्तु लोभादिकर्मविपाकोदयसंपादितसत्ताकाः, ततः कर्मणो निर्मूलमपगमे तेऽपि निर्मूलमपगच्छन्ति । प्रयोगश्चात्र-ये सहकारिसंपाद्या यदुपधानादपकर्षिण: ते तदत्यन्तवृद्धौ निरन्वयविनाशधर्माणः यथा रोमहर्षादयो वह्निवृद्धौ । भावनोपधानादपकर्षिणश्च सहकारिकर्मसंपाद्या रागादय इति। अत्र 'सहकारिसंपाद्या' इति विशेषणं सहभूस्वभावज्ञानादिव्यवच्छेदार्थम् । यदपि च प्रागुपन्यस्तं प्रमाणं 'यदनादिमत्, न तद्विनाशमाविशति' इति, तदप्यप्रमाणम् प्रागभावेन हेतोर्व्यभिचारात् । प्रागभावो ह्यनादिमानपि विनाशमाविशति, अन्यथा कार्यानुत्पत्तेः । काञ्चनोपलयोः संयोगेन च हेतुरनैकान्तिकः । तत्संयोगोऽपि ह्यनादिसंततिगतोऽपि क्षारमृत्पुटपाकादिनोपायेन विघटमानो दृष्ट इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy