SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ તર્કરહસ્યદીપિકા સ્થિતિ એટલે કષાયરૂપ પરિણામો યા ભાવો અનુસાર કર્મની સ્થિતિની – આત્માને ચોટી રહેવાની સ્થિતિની કાલમર્યાદા અર્થાત્ સમયગાળો. અનુભાગ એટલે રસ, રસ એટલે તીવ્ર,મધ્યમ યા મન્દ માત્રામાં ફળ દેવાની શક્તિ પ્રદેશ એટલે કર્મના સંચિત થતા પરમાણુઓનો જથ્થો. વળી આઠ મૂલ પ્રકૃતિઓના ભેદે કર્મબન્ધ પણ આઠ પ્રકારનો છે – જ્ઞાનાવરણબન્ધ, દર્શનાવરણબન્ય, મોહનીયબન્ય, અત્તરાયબલ્પ, વેદનીયબબ્ધ, આયુબન્ધ, નામબન્ધ અને ગોત્રબન્ધ. મૂલ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિઓ તો એક સો અઠ્ઠાવન (૧૫૮) થાય છે. એટલે એક સો અઢાવન ઉત્તર પ્રકૃતિઓના ભેદે કર્મબન્ધ પણ એકસો અઠ્ઠાવન પ્રકારનો બને છે. આ ભેદોના પણ તીવ્ર, તીવ્રતર, મન્દ, મન્દતર આદિ તારતમ્યના આધારે અનેક ભેદો બન્ધના થાય છે. આ બધા ભેદોનું વિશદ અને વિસ્તૃત વર્ણન કર્મગ્રન્થોમાંથી જાણી લેવું જોઈએ. અહીં બન્ધતત્ત્વનું નિરૂપણ પૂરું થયું. (૫૧). 240. નિર્જરાતનાबद्धस्य कर्मणः साटो यस्तु सा निर्जरा मता । आत्यन्तिको वियोगस्तु, देहादेर्मोक्ष उच्यते ॥५२॥ 240. હવે આચાર્ય નિર્જરાતત્ત્વનું નિરૂપણ કરે છે – બદ્ધ કર્મોનું ખરી પડવું, દૂર થવું નિર્જરા મનાય છે. કર્મોનો અને પરિણામે દેહાદિનો અત્યન્ત વિયોગ મોક્ષ કહેવાય છે. (૫૨). 24. વ્યાધ્યા-વહુ વય–વેન સંબંદ્ધી મંળો જ્ઞાનાવરणादेः साट:-सटनं द्वादशविधेन तपसा विचटनं सा निर्जरा मता संमता । सा च द्विधा, सकामाकामभेदात् । तत्राद्या चारित्रिणां दुष्करतरतपश्चरणकायोत्सर्गकरणद्वाविंशतिपरीषहपरिषहणपराणां लोचादिकायक्लेशकारिणामष्टादशशीलाङ्गधारिणां बाह्याभ्यन्तरसर्वपरिग्रहपरिहारिणां नि:प्रतिकर्मशरीरिणां भवति । द्वितीया त्वन्यशरीरिणां तीव्रतरशारीरमानसानेककटुकदुःखशतसहस्रसहनतो भवति । - 241. શ્લોકવ્યાખ્યા: જીવને ચોટેલાં જ્ઞાનવરણ આદિ કર્મોને બાર જાતનાં તપ વડે ખેરવી નાખવા, દૂર કરવા એ નિર્જરા મનાય છે. નિર્જરાના બે ભેદ છે – સકામ નિર્જરા અને અકામ નિર્જરા. કર્મોને ખેરવી નાખવાની ઇચ્છાથી જે સાધુ દુષ્કર તપ કરે છે, રાત્રિમાં સ્મશાન આદિ ભયાવહ નિર્જન સ્થાનોમાં ઊભા ઊભા ધ્યાન ધરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy