SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૭૫ 197. સમાન જાતિના પદાર્થોમાં સેળભેળ થવાથી પણ પદાર્થોનું પૃથક્ અસ્તિત્વ જણાતું નથી. મુઠ્ઠીભર મગને મગના ઢગલામાં નાખીએ કે મુઠ્ઠીભર તલને તલના ઢગલામાં નાખીએ તો તેઓ સમાન વસ્તુઓમાં મળી જવાના કારણે પૃથક્ દેખાતા નથી. પાણીમાં મીઠાનો ગાંગડો નાખ્યા પછી થોડા વખત પછી તે પાણીમાં ઓગળી એકાકાર થઈ જાય છે એટલે ન તો તે હાથમાં આવે છે કે ન તો તે દેખાય છે. એટલે શું તેમની અનુપલબ્ધિ ઉપરથી આપણે એવું માની લેવાનું કે તેમનું અસ્તિત્વ જ નથી ? તે બધાં અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં સમાન પદાર્થોમાં એવાં તો ભળી ગયા છે કે તેમનું પૃથક્ અસ્તિત્વ આપણને જણાતું નથી. 198. તથા ચોરું માંથમતો (રિજા) 9 "अतिदूरात्सामीप्यादिन्दियघातान्मनोनवस्थानात् । सौक्ष्म्याद्व्यवधानादभिभवात्समानाभिहाराच्च ॥ १ ॥ " इति । एवमष्टधा सत्स्वभावानामपि भावानां यथानुपलम्भोऽभिहितः एवं धर्मास्तिकायादयोऽपि विद्यमाना अपि स्वभावविप्रकर्षान्नोपलभ्यन्त इति मन्तव्यम् । 198. ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યસમતિ (અપરનામ સાંખ્યકારિકા) નામના ગ્રન્થમાં કારિકા ૭માં કહ્યું પણ છે કે – “અત્યન્ત દૂરવર્તિતા, અતિ સામીપ્ય, ઇન્દ્રિયઘાત, મનોનવધાન, સૂક્ષ્મતા, વ્યવધાન, અભિભવ તથા સમાન વસ્તુમાં ભળી જવાના કારણે પદાર્થની અનુપલબ્ધિ થાય છે.” આમ અસ્તિત્વ ધરાવતા પદાર્થોની આઠ કારણોના લીધે અનુપલબ્ધિ થાય છે. ધર્માસ્તિકાય આદિ અમૂર્ત (અરૂપી) પદાર્થ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તેઓ સ્વભાવથી જ દૂર અર્થાત્ અતીન્દ્રિય હોવાના કારણે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી. અમૂર્ત પદાર્થોનો સ્વભાવ જ એવો હોય છે કે આંખ વગેરે ઇન્દ્રિયો વડે તેઓ ગ્રાહ્ય બની શકતા નથી. 199, આઇ પર: યેત્ર વેશાન્તાતરેવત્તાો શિતા, તેત્રાત્માજमप्रत्यक्षा अपि देशान्तरगतलोकानां केषांचित्प्रत्यक्षा एव सन्ति तेन तेषां सत्त्वं प्रतीयते, धर्मास्तिकायादयस्तु कैश्चिदपि कदापि नोपलभ्यन्ते तत्कथं तेषां सत्ता निश्चीयत इति । अत्रोच्यते; यथा देवदत्तादयः केषांचित्प्रत्यक्षत्वात्सन्तो निश्चीयन्ते, तथा धर्मास्तिकायादयोऽपि केवलिनां प्रत्यक्षत्वात्कि न सन्तः प्रतीयन्ताम् । यथा वा परमाणवो नित्यमप्रत्यक्षा अपि स्वकार्या Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy