SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા — 186. પુદ્ગલના સામાન્યતઃ બે પ્રકાર છે— પરમાણુ અને સ્કન્ધ. પરમાણુનું લક્ષણ શાસ્ત્રમાં આ પ્રમાણે આપ્યું છે “પરમાણુ કારણ જ છે. [તે સ્કન્ધ આદિને ઉત્પન્ન કરતો હોવાથી કારણ જ છે. તે ક્યારેય કોઈનાથી ઉત્પન્ન થતો નથી, એટલે તે કોઈનું ય કાર્ય નથી.] તે અન્ય છે અર્થાત્ છેવટનો ભાગ છે, તેનો ભાગ થઈ શકતો નથી, તે નિર્વિભાગ છે. તે સૂક્ષ્મ છે. તે નિત્ય છે. તેનામાં કોઈ એક રૂપ, કોઈ એક રસ, કોઈ એક ગન્ધ, ઠંડો અને ઉષ્ણ એ બેમાંથી એક સ્પર્શ તથા ચીકણો અને રૂક્ષ એ બેમાંથી એક સ્પર્શ – આ રીતે બે સ્પર્શ હોય છે. તે પ્રત્યક્ષગ્રાહ્ય નથી પરંતુ સ્કન્ધરૂપ કાર્ય ઉપરથી તેનું અનુમાન થઈ શકે છે.” - ૩૬૮ 187. व्याख्या । सकलभेदपर्यन्तवर्तित्वादन्त्यं तदेव कारणं न पुनरन्यद्व्यणुकादि तदेव किमित्याह सूक्ष्मः - आगमगम्यः ; अस्मदादीन्द्रियव्यापारातीतत्वात् । नित्यश्चेति - द्रव्यार्थिकनयापेक्षया ध्रुवः, पर्यायार्थिकनयापेक्षया तु नीलादिभिराकारैरनित्य एवेति । न ततः परमणीयो द्रव्यमस्ति, तेन परमाणुः । तथा पञ्चानां रसानां द्वयोर्गन्धयोः पञ्चविधस्य वर्णस्यैकेन रसादिना युक्तः । तथा चतुर्णां स्पर्शानां मध्ये द्वावविरुद्धौ यौ स्पर्शो स्निग्धोष्णौ स्निग्धशीतौ रूक्षशीतौ रूक्षोष्णौ वा, ताभ्यां युक्तः । तथा कार्यं द्व्यणुकाद्यचित्तमहास्कन्धपर्यन्तं तस्य लिङ्गमिति । एवंविधलक्षणा निरवવાઃ परस्परेणासंयुक्ताः परमाणवः । स्कन्धाः पुनर्ह्यणुकादयोऽनन्ताणुकपर्यन्ताः सावयवाः प्रायोग्रहणादादानादिव्यापारसमर्थाः परमाणुसंघाता કૃતિ । 187. શ્લોકવ્યાખ્યાઃ કોઈ પદાર્થના ભાગ કરતાં કરતાં આપણે જે છેવટના ભાગે પહોંચીએ કે જેનો આગળ ભાગ થઈ શકે જ નહિ તે અન્તિમ અવિભાજ્ય ભાગ જ પરમાણુ છે. પરમાણુ કારણ જ છે પરંતુ ચણુક (બે પ૨માણુનો બનેલો સ્કન્ધ) આદિ સ્કન્ધો કારણ જ નથી પણ કાર્ય પણ છે. ૫૨માણુ સૂક્ષ્મ છે. આપણી ઇન્દ્રિયોના વ્યાપારથી તેનું જ્ઞાન થતું નથી. તે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી. આગમથી તેના અસ્તિત્વનું જ્ઞાન થાય છે. તે આગમગમ્ય છે. તે પરમ સૂક્ષ્મ હોવાથી જ પરમાણુ કહેવાય છે. તે નિત્ય છે અર્થાત્ દ્રવ્યદૃષ્ટિએ તે ધ્રુવ છે, સદા ટકનાર છે, કોઈની તાકાત નથી કે તે ૫૨માણુનો નાશ કરી શકે. પરંતુ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ નીલ, પીત આદિ વિકારો દ્વારા તે અનિત્ય છે. તેનાથી નાનું દ્રવ્ય કોઈ હોઈ શકતું ન હોવાથી તે પરમાણુ છે. તેમાં પાંચ રસોમાંથી કોઈ એક રસ, બે ગન્ધમાંથી કોઈ એક ગન્ધ, કૃષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy