SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તર્કરહસ્યદીપિકા ઐહિક જીવન અને સુખનો ત્યાગ કરી શરીરને વ્યર્થ કષ્ટો આપવામાંથી લોકોને રોક્યા. ચાર્વાક ચિન્તકોને લૌકિક માર્ગનું અનુસરણ જ અભીષ્ટ હતું. તેમનું સૂત્ર જ છે કે- નૈવિકો માડનુર્તવ્ય: “લૌકિક' શબ્દનો અર્થ છે લોકોપકારી. સર્વજનહિતાય તથા સર્વજનસુખાયવાળો માર્ગ જ ચાર્વાકનો છે. ચાર્વાકદર્શન એ તો ભારતની અત્યંત પ્રાચીન આત્મા-પરલોક-કર્મ-મોક્ષ આદિ નિર્મૂળ કલ્પનાઓના વળગણો વિનાની વિશુદ્ધ ધર્મનિરપેક્ષ ચિત્તનધારા છે. (૨) જૈનદર્શન જૈન સતને પરિણમનશીલ ગણે છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત છે, કારણ કે તે માત્ર દ્રવ્યાત્મક નથી કે માત્ર પર્યાયાત્મક નથી પરંતુ દ્રવ્યપર્યાયાત્મક છે. તેથી દ્રવ્યને લઈને તેમાં પ્રૌવ્ય છે અને પર્યાયોને લઈને તેમાં ઉત્પાદ અને વિનાશ છે. આત્મા પણ તેમાં અપવાદ નથી. તે પણ પરિણમનશીલ છે. જૈનના મતે દ્રવ્યો જ છે – જીવ, પુદ્ગલ (matter), ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ(આત્મા) અનંત છે. તેનું લક્ષણ ચેતના છે. તેના મુખ્ય બે ભેદ છે – સંસારી અને મુક્ત. સંસારી જીવો અનાદિકાળથી પૌગલિક કર્મોથી બદ્ધ છે. તેથી સંસારી અવસ્થામાં જીવને કથંચિત મૂર્ત માનેલ છે. સંસારી જીવોના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા ભેદો છે. એકેન્દ્રિય જીવના વળી પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા ભેદો થાય છે. જીવ શરીરપરિમાણ છે. તે જે શરીર ધારણ કરે તેના જેવડો થઈને રહે છે.* પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ છે. તેના બે પ્રકાર છે–પરમાણુ અને સ્કલ્પ. પરમાણુઓમાં જાતિભેદ નથી. અર્થાત્ પૃથ્વીપરમાણુ જલપરમાણુ વગેરેમાં ફેરવાઈ શકે છે. પરમાણુઓના જોડાવાથી સ્કન્ધ બને છે. પરમાણુઓમાં સ્નિગ્ધતા અને રુક્ષતા ગુણો હોય છે. બે પરમાણોના આ ગુણો વચ્ચે અમુક માત્રાનો ભેદ હોય તો તેમનું જોડાણ થાય છે અને સ્કન્ધ બને છે." પરમાણુઓ નિત્ય નથી પણ ૧. ઉત્પાવ્યાધ્રૌવ્યયુ¢ સત્ તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૯. ૨. દ્રવ્યપર્યાયાત્મ અર્થ: ... | અકલંકગ્રન્થત્રય, પૃ.૩. ૩. અમૂર્તસ્વપાવાત્મનોનધેિ પ્રત્યેવત્વાન્ થશ્ચત પૂર્તતાં વિપ્રતઃ ... | સર્વાર્થસિદ્ધિ, પૃ. ૨૮૧. ૪. પ્રાસંદા વિસગ્યાં પ્રોપવત્ તત્ત્વાર્થસૂત્ર, ૫.૧૬. ५. स्निग्धरूक्षत्वाद् बन्धः । न जघन्यानाम् । गुणसाम्ये सदृशानाम् । व्यधिकादिगुणानां तु । તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૨-૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy