SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ જૈનમત तथा लज्जालुप्रभृतीनां हस्तादिसंस्पर्शात्पत्रसंकोचादिका परिस्फुटा क्रियोपलभ्यते । अथवा सर्ववनस्पतेर्विशिष्टतुष्वेव फलप्रदानं न चैतदनन्तराभिहितं तरुसंबन्धिक्रियाजालं ज्ञानमन्तरेण घटते । तस्मात्सिद्धं चेतनावत्त्वं वनस्पतेरिति । 155. જીવવ્યાપાર અર્થાત્ ચેતનાવ્યાપાર વિના બકુલ, અશોક, ચમ્પક આદિ અનેકવિધ વનસ્પતિઓનાં આ બધાં શરીરો મનુષ્યશ૨ી૨ના ધર્મો જેવા ધર્મો ધરાવી ન શકે. જેવી રીતે મનુષ્યશરીરમાં બચપણ, જુવાની, ઘડપણ આદિ વિશિષ્ટ પરિણમનો થવાથી તે ચેતનાથી ચાલિત અને અત્યન્ત સ્પષ્ટ ચેતનાવાળું જોવા મળે છે, તેવી જ રીતે બરાબર આ બધો સ્વભાવ યા આ બધું પરિણમન વૃક્ષ આદિ વનસ્પતિનાં શરીરોમાં પણ જોવા મળે છે. ‘આ કેતકીનું વૃક્ષ વાવ્યું, તે બાળક, યુવાન અને વૃદ્ધ થયું' આવો બધો વ્યવહાર વનસ્પતિમાં પણ બરાબર કરવામાં આવે છે, તેથી મનુષ્યશ૨ી૨ની જેમ વનસ્પતિશરીર પણ સચેતન છે એમ માનવું જોઈએ કેમ કે ચેતન અધિષ્ઠાતા વિના શરીરમાં આ નિયત ક્રમિક પરિણમન થઈ શકે નહિ. જેવી રીતે મનુષ્યનું શરી૨ બીજના ચન્દ્રની જેમ દિન પ્રતિદિન બાળકમાંથી કિશોર, કિશોરમાંથી મસ્ત યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ એમ ક્રમશઃ નિયત પરિણમનો ધારણ કરતું આગળ વધે છે તેવી જ રીતે વનસ્પતિશરીરમાં પણ અંકુર ફૂટવાં, કૂણી કૂણી કુંપળોનું વિલસવું, ડાળીઓ ફૂટવી, ફૂલ આવવાં, ફળ લાગવાં આદિ અનેક ક્રમિક પરિણમનો જોવા મળે છે અને આ બધાં ક્રમશઃ થતાં પરિણમનોથી વનસ્પતિ એક મહાન વૃક્ષના રૂપમાં પ્રકટ થાય છે. જેવી રીતે મનુષ્યશરીરમાં હેયોપાદેયનું જ્ઞાન હોય છે – આંખ તરફ ધૂળ આવતાં જ આંખ બંધ કરી દે છે, સાપ-વીંછી આદિથી બચવા દૂર થઈ જાય છે – તેવી રીતે વનસ્પતિશરીરમાં પણ સારા-નરસાનું જ્ઞાન જોવા મળે છે. [કેટલીક વનસ્પતિ પોતાના ખોરાક માટે જીવજંતુનો શિકાર પણ કરે છે.] શમી, પ્રપુન્નાટ, સિદ્ધ, સરકા (હિંગપુત્રી), સુન્દક, બાવળ, અગત્સ્ય, આમલકી, આંબલી આદિ વનસ્પતિ સૂઈ જાય છે અને વખતસર જાગી જાય છે. કેટલીક વનસ્પતિ જમીનમાં દાટેલા ધનને પોતાનાં મૂળિયાંથી વીંટળાઈ જાય છે અને ધન પ્રત્યે મમત્વ દર્શાવે છે. જ્યારે વરસાદ પડે છે, ઠંડી હવા વહે છે અને વાદળો ગર્જે છે ત્યારે વડ, પીપર અને લીંબડો વગેરે વૃક્ષોને આપોઆપ અંકુરો ફૂટે છે, [જે હર્ષ સૂચવે છે.] અશોક વૃક્ષની રસિકતા તો અપૂર્વ છે, તેને તો સુન્દર મત્ત કામિની પગમાં ઝાંઝર પહેરી પોતાના સુકુમાર પગ વડે ધીરેથી પ્રેમપૂર્વક તાડન કરે છે ત્યારે તે મહાશય અત્યન્ત આનન્દ પામે છે અને પરિણામે તેને નવાં પલ્લવો અને કુસુમો પ્રગટે છે. પનસવૃક્ષ તો યુવતી આલિંગન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy