SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા ૩૦૧ शुक्लध्यानरूपा "तपसा निर्जरा च" [त० सू० ९।३] इति वचनात्, ध्यानस्य चान्तरतपोरूपवात् ८। विनिर्मुक्ताशेषबन्धनस्य प्राप्तनिजस्वरूपस्यात्मनो लोकान्तेऽवस्थानं मोक्षः, "बन्धविप्रयोगो मोक्षः" इति वचनात् ९ । एतानि नवसंख्यानि तत्त्वानि तन्मते जैनमते ज्ञातव्यानि । 95. (૭) કષાયયુક્ત આત્મા પોતાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જે કર્મપુદ્ગલોને પોતાની તરફ ખેંચી લાવે છે તે કર્મપુદ્ગલો સાથે આત્માનો વિશિષ્ટ સંયોગ એ જ બન્ધ છે. તે સામાન્યપણે તો એક પ્રકારનો હોવા છતાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દષ્ટિએ તેના ચાર પ્રકાર થાય છે – પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. [(૧) પ્રકૃતિબન્ધ– કર્મયુગલોમાં જ્ઞાનને આવરવાનો યા દર્શનને આવરવાનો ઇત્યાદિ સ્વભાવ બંધાવો એ પ્રકૃતિબન્ધ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. (૨) સ્થિતિબન્ધ– કર્મપુદ્ગલોમાં આત્મા સાથે બદ્ધ રહેવાની સમયમર્યાદા બંધાવી એ સ્થિતિબન્ધ. (૩) અનુભાગબન્ધ– કર્મપુદ્ગલોમાં તીવ્ર, મધ્યમ યા મૂદુ ફળ દેવાની શક્તિ બંધાવી એ અનુભાવબન્ધ. (૪) પ્રદેશ બન્ધ – કર્મપુદ્ગલોનો નિયત જથ્થો બંધાવો તેમજ તે જથ્થાગત કર્મપુદ્ગલોનું અને આત્મપ્રદેશોનું દૂધ અને પાણીની જેમ એકબીજામાં ભળી જવું એ પ્રદેશબબ્ધ છે.] જ્ઞાનાવરણ આદિ આઠ મૂલ પ્રકૃતિઓ હોઈ દરેકનો એક એક બન્ધ થતાં પ્રકૃતિબન્ધના આઠ ભેદ થાય છે. [મૂલ પ્રકૃતિના આઠ ભેદો – (૧) જ્ઞાનાવરણ – જ્ઞાનને આવરનાર, રૂંધનાર, (૨) દર્શનાવરણ -દર્શનને આવરનાર, (૩) વેદનીય-સુખ-દુઃખનો અનુભવ કરાવનાર (૪) મોહનીય – આત્મામાં રાગ-દ્વેષ, મોહ આદિ વિકારો પેદા કરનાર, (૫) આયુ – આયુની મર્યાદા નક્કી કરનાર, (૬) નામ– શરીરની રચના આદિ કરનાર, (૭) ગોત્ર – ઊંચ-નીચ વ્યવહારનું કારણ, અને (૮) અન્તરાય – દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા શક્તિસંચયમાં વિદ્ધ કરનાર. આ આઠ મૂલ પ્રકૃતિના બંધ એ પ્રકૃતિબંધના આઠ ભેદો છે. ] વળી, આ આઠ મૂલ પ્રકૃતિઓની મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ આદિ ઉત્તરપ્રકૃતિઓના અનેક ભેદો છે અને આ ઉત્તરપ્રકૃતિના અનેક ભેદોના આધારે બન્ધના પણ અનેક ભેદો થાય છે. આ બન્ધોમાંથી કોઈ પ્રશસ્ત હોય છે તો કોઈ અપ્રશસ્ત હોય છે. જે બન્ધ તીર્થકરપણું આદિ ફળ પેદા કરે તે પ્રશસ્ત બન્ધ. અને જે બન્ધ નારકપણું આદિ ફળ પેદા કરે તે અપ્રશસ્ત બન્ય. આત્માના પ્રશસ્ત પરિણામોથી અર્થાત્ સદ્વિચાર, સદ્ધચન અને સત્કર્મથી સુખરૂપ ફળ દેનારાં કર્મોનો અર્થાત પુણ્યકર્મોનો બન્ધ થાય છે, આ જ પ્રશસ્ત બન્ધ છે. આત્માના અપ્રશસ્ત પરિણામોથી અર્થાત્ દુષ્ટ વિચાર, મિથ્યાભાષણ અને દુષ્કર્મથી દુઃખરૂપ ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy