SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ જૈનમત विद्यमानत्वात् । न च कारणानुच्छेदे कार्यस्योच्छेदः संभाव्यते, अतिप्रसक्तेः । अत एव केवलिनि क्षुद्वेदनीयपीडा संभाव्यते, किंत्वसावनन्तवीर्यत्वान्न विह्वलीभवति, न चासौ निष्ठितार्थो निःप्रयोजनमेव पीडां सहते । 88. આગમ પણ કેવલીના આહારગ્રહણનું પ્રતિપાદન કરે છે. તત્ત્વાર્થસૂત્ર (૯.૧૮)માં કહ્યું છે કે કેવલી જિનમાં અગિયાર પરીષહો (બાધાઓ, કષ્ટો) હોય છે. વ્યાખ્યા જણાવે છે કે કેવલી જિનમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસમચ્છર કરડવા, ચાલતા ચલતા પગમાં કાંટા આદિનું વાગવું, જમીન ઉપર સૂવાથી કાંકરા આદિ ખૂંચવા, બીજાઓ દ્વારા માર પડવો, રોગ, તીક્ષ્ણ ડાભ આદિ ઘાસનું શરીરમાં ઘૂસી જવું, શરીર ઉપર મેલ જામવો આ અગિયાર પરીષહો અર્થાત્ આપોઆપ સહન કરાતી બાધાઓ હોય છે. આ બાધાઓનું કારણ વેદનીયકર્મનો ઉદય છે. કેવલીમાં વેદનીયકર્મનો સદ્ભાવ અને ઉદય હોય છે. જ્યારે વેદનીયકર્મરૂપી કારણ મોજૂદ હોય જ ત્યારે તેના દ્વારા ઉત્પન્ન થનારાં ભૂખ, તરસ આદિ કાર્યોનો અભાવ કેવી રીતે માની શકાય? સમર્થ કારણ ઉપસ્થિત હોય છતાં પણ કાર્ય ઉત્પન્ન થતું ન હોય તો જગતમાંથી કાર્યકારણભાવની વિદાય થઈ જાય. આ કારણે જ કેવલીમાં ભૂખ, તરસ આદિની પીડા માનવી પડે છે. હા, એ વાત ચોક્કસ છે કે કેવલી અનન્ત શક્તિવાળા હોવાથી ભૂખ લાગવાથી આપણી જેમ વ્યાકૂળ થઈ જતા નથી. વળી તે કૃતકૃત્ય કેવલી પીડાને વિના પ્રયોજન સહન કરતા નથી. [ભૂખની પીડાને સહન કરવી એ એક તપ છે, પરંતુ કેવલી તો કૃતકૃત્ય છે, તેમણે તો જે ક૨વાનું હતું તે બધું જ કરી લીધું છે, એટલે હવે તેમને તપ કરવાનું કોઈ પ્રયોજન નથી. તો પછી કેવલી ભૂખની પીડાને કયા પ્રયોજને સહન કરે છે ? તે પ્રયોજન આ છે – શાન્તચિત્તે વેદનીયકર્મનાં ફળ ભોગવી ભોગ દ્વારા કર્મક્ષય કરવો. આ સિવાય તેમને બીજું શું પ્રયોજન હોય ?] 89. न च शक्यते वक्तुं ' एवंभूतमेव भगवतः शरीरं; यदुत क्षुत्पीडया न बाध्यते' इति; अनुमानेन तस्यास्तत्र सिद्धत्वात् । तथाहि - केवलिशरीरं क्षुदादिना पीड्यते शरीरत्वात् अस्मदाद्यधिष्ठितशरीरवत् । तथा 'यथा तच्छरीरं स्वभावेन प्रस्वेदादिरहितं एवं प्रक्षेपाहाररहितमपि' इत्यपकर्णनीयमेव, अप्रमाणकत्वात् । तदेवं देशोनपूर्वकोटिकालस्य केवलिस्थिते: संभवादौदारिकशरीरस्थितेश्च यथायुष्कं कारणमेवं प्रक्षेपाहारोऽपि । तथाहितैजसशरीरेण मृदूकृतस्याभ्यवहृतस्य स्वपर्याप्त्या परिणामितस्योत्तरोत्तरपरिणामक्रमेणौदारिकशरीरिणामनेन प्रकारेण क्षुदुद्भवो भवति । वेदनीयोदये चेयं समग्रापि सामग्री भगवति केवलिनि संभवति । ततः केन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy