SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામત ૨૮૯ ચિન્તન સારી રીતે કરી શકીશ' એમ વિચારી સારી રીતે ધર્મચિન્તન થઈ શકે એ માટે મનુષ્ય આહાર ગ્રહણ કરે છે.] પરંતુ કેવલીમાં તો આ છમાંનું એક પણ કારણ નથી તે વાત સમજાવીએ છીએ : (૧) કેવલીમાં વેદના અર્થાત્ પીડા ઘટતી નથી, કેવલીને વેદના યા પીડા હોઈ શકે જ નહિ, કેમ કે પીડાનું કારણ છે અસાતવેદનીય કર્મનો ઉદય પરંતુ કેવલીમાં અસાતાવેદનીય કર્મ તો મોહનીય કર્મ નષ્ટ થઈ જવાથી સળગી ગયેલી દોરડીની જેમ શક્તિહીન થઈને પડ્યું હોય છે. [કેવલીમાં વેદનીય કર્મ હોવા છતાં તે શક્તિહીન થઈ ગયું હોય છે.] (૨) બીજાની વૈયાવૃજ્ય (સેવાચાકરી) કરવાની વાત તો ત્રિલોકપૂજય કેવલીમાં સંભવતી જ નથી. [કોણ એવો હોય જે જગતપૂજય ભગવાન પાસે પોતાની સેવાચાકરી કરાવે?]. (૩) ઈર્યાપથપાલન માટે પણ કેવલીને આહારની આવશ્યકતા નથી. બરાબર સાવધાનીપૂર્વક જોઈ તપાસી આવવા જવા વગેરે ક્રિયાઓ કરવાનો ઉદ્દેશ્ય તો કેવલજ્ઞાનથી જ બરાબર સિદ્ધ થઈ જાય છે. કેવલજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ ગયો હોવાથી કેવલીમાં કેવલજ્ઞાન પ્રકટું હોય છે જે કેવલજ્ઞાન વડે તે સમસ્ત જગતને હસ્તામલકવત્ સાક્ષાત્ સ્પષ્ટ જોઈ શકે છે. (૪) કેવલીમાં યથાખ્યાત (આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ થા શુદ્ધસ્વરૂપાવસ્થાનરૂપ) પૂર્ણ સંયમ સિદ્ધ થઈ ગયો છે. કેવલી કૃતત્ય છે તથા અનન્તવીર્યવાન છે એટલે સંયમ સાધવા માટે આહાર ગ્રહણ કરવાની વાત કેવલીમાં બિલકુલ ઘટતી નથી. (૫) કેવલીનું આયુષ્ય અનપવર્ય (વધારી કે ઘટાડી ન શકાય એવું) હોય છે. [એટલે એમને અકાળે મોત આવવાનો ડર હોતો જ નથી.] વળી, તે અનન્તશક્તિનો ભંડાર છે, [એટલે નબળાઈ, અશક્તિનો તો સંભવ જ નથી.] તેથી કેવલીની જીવનયાત્રા યા પ્રાણવૃત્તિ આહાર વિના પણ સિદ્ધ જ છે. (૬) કેવલી સર્વજ્ઞ છે, ધર્મતીર્થના નેતા છે, કૃતકૃત્ય છે, તેથી ધર્મતત્ત્વના ચિન્તન માટે પણ આહારગ્રહણની કેવલીને આવશ્યકતા નથી. તેિમનો ધર્મતત્ત્વનું ચિન્તન કરવાનો સમય તો પૂરો થઈ ગયો, હવે તો તે ધર્મના પ્રવર્તક બની ગયા છે.] આમ કેવલી કવલાહાર કરે છે એમ માનતાં કેવલીમાં અનન્તવીર્યની ન્યૂનતાનો દોષ, આહારની ઇચ્છા તથા પ્રવૃત્તિ હોવાથી કેવલીમાં રાગી હોવાનો દોષ, વગેરે અનેક દોષો આવે. તેથી કેવલીમાં કવલાહાર ઘટતો નથી. 82. મત્રોચ્યતે–તર વિહૂવીન—તારVITમાવત્' રૂતિ સાધન तदसिद्धम् आहारकारणस्य वेदनीयस्य केवलिनि तथैव सद्भावात् । तथा च किमिति सा शारीरी स्थितिः प्राक्तनी न स्यात् । प्रयोगोऽत्र स्यात्केवलिनो भुक्तिः समग्रसामग्रीकत्वात्, पूर्वभुक्तिवत् । सामग्री चेयं पर्याप्तत्वं वेदनीयोदय आहारपक्तिनिमित्तं तैजसशरीरंदीर्घायुष्टवं चेति । सा च समग्रापि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy