SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ તર્કરહસ્યદીપિકા છે, માર્ગદર્શક છે, કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતા નથી. વૈધ કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈધે રોગ મટાડ્યો. તેવી જ રીતે, ઈશ્વર રાગાદિ રોગનો ઇલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે રોગ મટાડ્યો, ઈશ્વરે ફળ આપ્યું, ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા, યા ફળસંપાદિયતા છે. આમ ઈશ્વર પ્રાણીને ઇચ્છિત ફળ(મોક્ષ)ને અનુરૂપ કર્મ ક્યું તેનું જ્ઞાન કરાવી તેના પ્રયત્નને, તેની સાધનાને સફળ બનાવે છે. જો તેને તે જ્ઞાન ન કરાવવામાં આવે તો તેને ઇષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય. તે જ્ઞાન આપનાર ઈશ્વર છે. ઉદાહરણાર્થ, ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્યકારણભાવનો નિયત સંબંધ છે. પરંતુ જ્યાં સુધી આ સંબંધનું જ્ઞાન વ્યક્તિને ન હોય ત્યાં સુધી તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન ન કરી શકે. ધૂમ અને અગ્નિ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન થયા પછી જ તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે છે. તેવી જ રીતે, ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળ અને અનુરૂપ કર્મ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આપનાર ઈશ્વર છે. દર્શનોમાં પ૨મ ઇષ્ટફળ મુક્તિને માનવામાં આવ્યું છે. સૌ મુક્તિ (=આત્યંતિક દુઃખમુક્તિ) ઇચ્છે છે. એ ઇચ્છિત ફળ માટે કયું કર્મ કરવું જોઈએ, શી સાધના કરવી જોઈએ, કયા ક્રમે કરવી જોઈએ એનું જ્ઞાન સાધના કરી દુ:ખમુક્ત થયેલ જીવન્મુક્ત જ આપે છે. જીવન્મુક્ત જ મોક્ષમાર્ગમાં ઉપદેષ્ટા બનવાને લાયક છે. નીવન્મુતથૈવ ૩૫વેધૃત્વસંમવાત્ । સાંખ્યપ્રવચનભાષ્ય, ૩.૭૯. આમ ગૌતમે જીવન્મુક્તના માટે જ ‘ઈશ્વર’ શબ્દનો પ્રયોગ કર્યો જણાય છે. જીવન્મુક્ત ઉપદેષ્ટા જ તેમનો ઈશ્વર છે. ઉપરના વ્યાખ્યાનના પ્રકાશમાં, વારંવાર ઉદ્ધૃત કરવામાં આવતા નીચેના શ્લોકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा । अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ॥ અનુવાદ : ઈશ્વરપ્રેરિત જીવ સ્વર્ગે જાય છે કે નરકે જાય છે, અજ્ઞાની જીવ પોતાના સુખ કે દુઃખનો પ્રભુ નથી, નિયંતા નથી. સમજૂતી : ઈશ્વરેચ્છા સર્વશક્તિમાન છે, આપણાં સુખદુઃખ તેના ઉપર આધાર રાખે છે, આપણા પ્રયત્ન; પુરુષાર્થ ઉપર આધાર રાખતાં નથી · એવા મતના સમર્થનમાં આ શ્લોકને સામાન્ય રીતે ટાંકવામાં આવે છે, પરંતુ શ્લોકનો ખરો અર્થ – આશય આ નથી. તેનો ખરો અર્થ – આશય તો નીચે પ્રમાણે છે. ―― Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy