SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રશસ્તિમાં તે લખે છે – કૃતિ શ્રીતપાળનમોઽ,વિનમળિશ્રીàવસુન્દરસૂરિઝમઝમતોપનીવિશિષ્યશ્રીગુણરત્નસૂરિવિષિતાયાં તર્કરહસ્યનીપિાભિધાનામાં... | દેવસુન્દરસૂરિનો જન્મ વિ.સં.૧૩૯૬ (ઈ.સ. ૧૩૪૦)માં, દીક્ષા વિ.સં.૧૪૦૪માં અને આચાર્યપદપ્રાપ્તિ વિ.સં.૧૪૨૦માં છે. જુઓ મુનિસુન્દરકૃત ગુર્વાવલી શ્લોક ૩૦૧. ગુર્વાવલીમાં દેવસુન્દરસૂરિની પ્રશંસા કરતાં અનેક પદ્યો છે. તેનાથી જાણવા મળે છે કે તે પોતાના સમયના પ્રભાવક આચાર્ય છે. દેવસુન્દરસૂરિના અનેક શિષ્યો સૂરિપદથી વિભૂષિત હતા. તેમાંના એક હતા ગુણરત્ન. જુઓ ગુર્વાવલી શ્લોક ૩૧૮, ૩૨૭, ૩૬૪, ૩૭૭, ૩૯૧ ઇત્યાદિ. ૧ તર્કરહસ્યદીપિકા મુનિસુન્દરસૂરિની આ ગુર્વાવલી યશોવિજય જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત થઈ છે. તેની સમાપ્તિ મુનિસુન્દરે વિ.સં.૧૪૬૬ (ઈ.સ.૧૪૧૦)માં કરી છે. તેથી તેમને આચાર્ય ગુણરત્નના સમકાલીન કહી શકાય, કેમ કે ગુણરત્નનો આચાર્યપદમહોત્સવ વિ.સં. ૧૪૪૨માં થયો હતો અને તેમણે વિ.સં.૧૪૬૬માં ક્રિયારત્નસમુચ્ચય ગ્રંથની રચના કરી હતી. તેથી જ ગુર્વાવલીમાં મુનિસુન્દરે ગુણરત્ન વિશે જે પ્રશસ્તિ લખી છે તે સમકાલીન હોવાથી મહત્ત્વપૂર્ણ છે. જુઓ ગુર્વાવલી શ્લોક ૩૭૭-૯૦. મુનિસુન્દરે ગુણરત્નની જે પ્રશસ્તિ લખી છે તેમાંથી જાણવા મળે છે કે તે વાદવિદ્યામાં કુશળ હતા, વાદમાં તેમણે અનેક પ્રતિવાદીઓને જીતી લીધા હતા, તેથી તેમની કીર્તિ પ્રસરી હતી. બીજાને માટે કઠિન ગ્રન્થોમાં પણ તેમની બુદ્ધિનો પ્રવેશ સહજ હતો. તેમનું ચરિત્ર નિર્મળ હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે કોઈને પણ બાક ન બનવું અને બેસતી વખતે દીવાલનો ટેકો (અવષ્ટ) ન દેવો, અને કોઈના પ્રત્યે રોષ ન કરવો તથા વિકથા ન કરવી. તે સર્વ વિદ્યામાં કુશળ હતા. તેમની પાસે થોડું ભણીને પણ શિષ્યો અન્યને વશ કરી શકતા હતા. વ્યાકરણ, સાહિત્ય, આગમ, જ્યોતિષ અને તર્કમાં તથા વાદવિઘામાં તે નિપુણ હતા. સ્વદર્શન હોય કે પરદર્શન તેમની પ્રતિભા સર્વત્ર વ્યાપ્ત હતી. તેમનામાં જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ, નિત્ય અપ્રમાદ અને સ્મરણશક્તિ અતુલનીય હતાં. તેમણે તત્ત્વાર્થનું દર્શન કરાવનારી જ્ઞાનનેત્રની અંજનશલાકારૂપ ષદર્શનસમુચ્ચયટીકા રચી. વ્યાકરણસાગરનું અવગાહન કરીને ક્રિયારત્નસમુચ્ચયનો ઉપહાર તેમણે વિદ્વજ્જનોને આપ્યો. તે સરસ્વતીના પરમ ઉપાસક હતા ઇત્યાદિ. ૧. દે વસુન્દરસૂરિ માટે જુઓ સોમસૌભાગ્ય સર્ગ પ, તથા મુનિસુન્દરકૃત ગુર્વાવલી. ૩૦૦-૩૨૫. ૨. ગુણરત્નના વિશે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૩, પૃ. ૪૩૫, અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મો. દ.દેસાઈ, પૃ. ૪૬૨-૪૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy