SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત वाऽभावे कुलालादावपि कर्तृत्वं नोपलभ्यते । प्रथमं हिं कार्योत्पादकરાજતાપજ્ઞાનં તત: જરનેચ્છા, તત: પ્રયત્ન, તત્ત: ष्पत्तिरित्यमीषां त्रयाणां समुदितानामेव कार्यकर्तृत्वे सर्वत्राव्यभिचारः । લનિ 11. શંકા – દેષ્ટાન્તભૂત ઘટકર્તા બુદ્ધિમાન કુંભારમાં તો અસર્વજ્ઞત્વ, શરીરિત્વ, અસર્વગતત્વ ધર્મો સાથે સંબદ્ધ એવું કર્તૃત્વ દેખાય છે, તેથી પૃથ્વી આદિનો કર્તા પણ અસર્વજ્ઞ, સશરીર અને અસર્વજ્ઞ જ સિદ્ધ થાય. આમ સર્વજ્ઞ, અશરીરી અને સર્વગત ઈશ્વરથી વિપરીત ધર્મવાળો પૃથ્વી આદિનો કર્તા સિદ્ધ થવાના કારણે હેતુ વિરુદ્ધ બની જશે. જો સર્વજ્ઞ, અશરીરી અને વ્યાપી કર્તાને સાધ્ય બનાવશો તો દૃષ્ટાન્તભૂત ઘટકર્તા બુદ્ધિમાન્ કુંભારમાં અશરીરિત્વ, સર્વગતત્વ અને સર્વજ્ઞત્વ ધર્મો ન હોવાથી ધ્રુષ્ટાન્ત સાધ્યવિકલ અર્થાત્ સાધ્યશૂન્ય બની જશે. સમાધાન સાધ્ય અને સાધનની વ્યાપ્તિ સામાન્યધર્મની અપેક્ષાએ અર્થાત્ સામાન્યરૂપે ગ્રહણ કરવામાં આવે છે. જો વિશેષરૂપે ગ્રહણ કરવામાં આવે તો રસોડાના અગ્નિના ધર્મો પર્વતગત અગ્નિમાં સિદ્ધ થવાથી અનિષ્ટપ્રસંગનો દોષ થાય તથા પર્વતીય અગ્નિના ધર્મો રસોડાના અગ્નિમાં પ્રાપ્ત ન થવાથી દૃષ્ટાન્તમાં સાધ્યવિકલતા આવી જાય અને આમ સમસ્ત અનુમાનોનો ઉચ્છેદ આવી પડે. અન્વય અને વ્યતિરેક દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ સામાન્યરૂપે જ થાય છે, કેમ કે વિશેષ તો અનન્ત છે તથા એક વિશેષનો ધર્મ બીજા વિશેષમાં ન મળતો હોવાના કારણે વ્યભિચારદોષ પણ આવે છે, તેથી વિશેષ ધર્મની અપેક્ષાએ અન્વય અને વ્યતિરેકનું ગ્રહણ અસંભવ જ છે. તેથી પ્રસ્તુત અનુમાનમાં પણ સામાન્ય બુદ્ધિમાનરૂપ કર્તાની સાથે જ કાર્યત્વ હેતુની વ્યામિ વિવક્ષિત છે, અસર્વજ્ઞ યા શરીરી કર્તાવિશેષની સાથે કાર્યત્વ હેતુની વ્યાપ્તિ વિક્ષિત નથી અને સમજવાની પણ નથી. કાર્યને ઉત્પન્ન કરવાની કારણસામગ્રીમાં શરીર સામેલ પણ નથી કેમ કે શરીર ન હોય તો પણ જો કારણસામગ્રીનું પરિજ્ઞાન, કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છા તથા તદનુકૂલ પ્રયત્ન હોય તો કાર્ય ઉત્પન્ન થઈ જ જાય છે. જીવ જ્યારે મરે છે અને નવું શરીર ધારણ કરવા તૈયાર થાય છે તે સમયે તે જીવ અશરીરી અર્થાત્ સ્થૂલશરીરરહિત હોવા છતાં પણ પોતાના નવા શરીરનો કર્તા બની જાય છે. અકિંચિત્ઝર શરીર સહચારી હોવા માત્રથી કારણ બની જતું નથી. કારણ બનવા માટે તો તેણે કંઈ કાર્ય કરવું જોઈએ. જો સહચારી હોવા માત્રથી જ પદાર્થને કારણ માનવાનું શરૂ કરી દઈએ તો અગ્નિના પીળા યા ભૂરા રંગને પણ ધૂમનું કારણ માનવું પડે. વળી, કુંભાર જ્યારે સૂતો હોય યા અન્ય કોઈ કાર્યમાં રોકાયેલા હોય ત્યારે તેનું શરીર તો મોજૂદ હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ થતી નથી. -- ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy