SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૨૫ અસંભવ બની જાય છે તેમ કર્મરૂપી બી બળીને ભસ્મ થઈ જતાં સંસારરૂપ યા જન્મરૂપ અંકુરનું ફૂટવું અત્યન્ત અસંભવ બની જાય છે.’ [તત્ત્વાર્થાધિગમસૂત્રભાષ્ય, ૧૦.૭.]. પૂજ્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ સંસારમાં પુનઃ અવતાર લેનારા તીર્થંકરોની પ્રબળ મોહવૃત્તિને પ્રકટ કરતાં લખ્યું છે કે – “હે ભગવાન, આપના શાસનને ન સમજનારા લોકોમાં અહીં મોહનું પ્રબળ રાજ્ય વિસ્તર્યું છે જેથી તેઓ કહે છે કે જે આત્માઓએ કર્મરૂપી ઇંધનને બાળી નાખીને સંસારનો નાશ કરી નાખ્યો છે તેઓ પણ મોક્ષને છોડીને ભવભય અને અનિષ્ટને ન ગણકારીને પુનઃ અવતાર લે છે, તેઓ સ્વયં મુક્ત થઈને પણ વળી પાછા શરીર ધારણ કરે છે.[તાત્પર્ય એ કે પોતાના આત્માને શુદ્ધ અર્થાત્ સર્વથા કર્મમલરહિત કરવામાં તો અસફળ રહ્યા છે પરંતુ] તેઓ બીજાઓ ઉપર ઉપકાર કરવા માટે સંસારમાં અવતાર લેવાની શૂરતા દેખાડે છે. [આ જ તો તેમના ઉપર મોહનીયકર્મની પ્રબળ અસર છે જેના લીધે પોતાનું કલ્યાણ તો તેઓ કરી શક્યા નથી છતાં પરાર્થ પરાર્થ યા પરોપકાર પરોપકારનું રટણ કર્યા કરે છે.] ’' [સિદ્ધસેનકૃત દ્વાત્રિંશિકા]. આ વાતનો વધુ વિસ્તાર કરવો રહેવા દઈએ. આ રીતે આ ચાર અતિશયોથી યુક્ત અને સર્વથા દોષમુક્ત જિનેન્દ્ર જ સાચા દેવ છે, તેમને જ દેવરૂપે સ્વીકા૨વા જોઈએ. તે જ બીજાઓને સિદ્ધિ યા મોક્ષ અપાવે છે અર્થાત્ સદુપદેશ આપીને મોક્ષમાર્ગે વાળે છે, બીજા સરાગી અને સંસારમાં અવતાર લેનારા દેવો નહિ. આ પ્રમાણે આચાર્યનું કહેવું છે એમ સમજવું. : 10. ननु मा भूत्सुगतादिको देवः, जगत्स्रष्टा त्वीश्वरः किमिति नाङ्गीक्रियते । तत्साधकप्रमाणाभावादिति ब्रूमः । अथास्त्येव तत्साधकं प्रमाणम् - क्षित्यादिकं बुद्धिमत्कर्तृकं, कार्यत्वात्, घटादिवत् । न चायमसिद्धो हेतुः क्षित्यादेः सावयवत्वेन कार्यत्वप्रसिद्धेः । तथाहिउर्वीपर्वततर्वादिकं सर्वं कार्यं, सावयवत्वात्, घटवत् । नापि विरुद्धः, निश्चितकर्तृके घटादौ कार्यत्वदर्शनात् । नाप्यनैकान्तिकः, निश्चिताकर्तृकेभ्यो व्योमादिभ्यो व्यावर्तमानत्वात् । नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षागमाबाधितविषयत्वात् । 10. ઈશ્વરવાદી તૈયાયિક – એ તો આપે યોગ્ય જ કહ્યું કે સુગત આદિ સાચા દેવ ન હોઈ શકે, અમે પણ એ જ માનીએ છીએ. પરંતુ આપ જૈનો આ સમસ્ત ચરાચર જગતના સરજનહાર(કર્તા) ઈશ્વરને દેવ કેમ નથી માનતા ? [અર્થાત્, દેવમાં તો સમસ્ત જગતનું નિર્માણ કરવાની શક્તિ માનવી જ જોઈએ. તમારી એ વાત સાચી કે જે એક વાર મુક્ત થાય છે તે પુનઃ સંસારમાં આવે એ શક્ય નથી. પરંતુ ઈશ્વર આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy