SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૧૯૯ સંસારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. તેથી તેને પરિમિત માની શકાય નહિ અને એટલે જ તેને પ્રતિ પુરુષ ભિન્ન અર્થાત પૃથફ માનવી જોઈએ નહિ. વળી, તેને પ્રતિ પુરુષ ભિન્ન માનતાં તેના વિભિન્ન સ્તરો સ્વીકારવા પડે. જો તેનામાં આવો શ્રેણીભેદ કરીએ તો અનવસ્થા થાય, પરિણામે ન ઉકેલી શકાય એવી જટિલ સમસ્યા ખડી થાય અને જગતની મૂલાધાર મૂલ પ્રકૃતિનું અસ્તિત્વ જ અપ્રમાણિત થઈ જાય. બીજી બાજુ, વ્યક્ત પ્રકૃતિઓની અપરિમિતિ શક્તિવાળી એક અને અદ્વિતીય મૂલ પ્રકૃતિનું (અવ્યક્તનું) અસ્તિત્વ સ્વીકારતાં કોઈ સમસ્યા ઊભી થશે નહિ. યોગી જ્યારે ઈચ્છાનુસાર અનેકદેહો ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે આ એક અને અદ્વિતીય મૂલ પ્રકૃતિ જ તે યોગીના પ્રયોજનને અનુરૂપ ઉપાદાનો રજૂ કરે છે. એટલે આવા દેહોની ઉત્પત્તિને બુદ્ધિગમ્ય બનાવવા માટે પ્રતિ પુરુષ મૂલ પ્રકૃતિનો ભેદ માનવો જરૂરી નથી. તવ પ્રત્યક્ષત વ તછર્યાનિતુIxધનાનામતક્રિયેત્વીતા નિકુંવાસંધેિ नास्ति । आप्ताश्च नो नाभिदधुरतो मन्यामहे नैतदेवमिति । किञ्च एकेनार्थपरिसमाप्तेः । अपरिमितत्वादेकं प्रधानमलं सर्वपुरुषशरीरोत्पादनाय । तस्मादन्यपरिकल्पनानर्थक्यम् । परिमितमिति चेत् मतम्, परिमितं प्रधानमिति न, उच्छेदप्रसङ्गात् । तथा च संसारोच्छेदप्रसङ्गः । किञ्च अनवस्थाप्रसङ्गः। योगिनो वेच्छायोगादनेकशरीरत्वं तत्परिमितादयुक्तम्।... તાયુ$ પ્રતિપુરુષ પ્રધાનમ્, યુક્રેમનિ પ્રધાન નીતિ યુક્તિદીપિકા પ૬. વ્યક્ત તત્ત્વો સાવયવ છે, જયારે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિ નિરવય છે. આ ભેદને સાંખ્યાચાર્યો કેવી રીતે સમજાવે છે એ જોઈએ. વ્યક્તિ તત્ત્વોના અવયવો કયા છે? તે અવયવો છે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણ દ્રવ્યો. અહીં પ્રશ્ન થાય છે કે એ ત્રણ દ્રવ્યો તો પ્રકૃતિના પણ અંશો છે તો પછી પ્રકૃતિને નિરવયવ કેમ ગણવામાં આવે છે? વિજ્ઞાનભિક્ષુ આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે આપે છે. સત્ત્વ આદિ ત્રણ દ્રવ્યો વ્યક્ત તત્ત્વોનાં આરંભકયા ઉત્પાદક હોઈ તેમને વ્યક્ત તત્ત્વોના અવયવો ગણવામાં આવ્યા છે. પરંતુ તે જ સત્ત્વાદિ દ્રવ્યો મૂલ પ્રકૃતિના આરંભક નથી એટલે તેમને મૂલ પ્રકૃતિના અવયવો ગણવામાં આવ્યા નથી. વનનાં અંશભૂત વૃક્ષો વનનાં આરંભકયા ઉત્પાદક નથી પણ તેમનો સમુદાય સ્વયં વન છે. તેવી જ રીતે, અવ્યક્તના અર્થાત્ મૂલ પ્રકૃતિના અંશભૂત સત્ત્વ, રજસ્ અને તમ દ્રવ્યો તેના આરંભકનથી પરંતુ તેમનો સમુદાય સ્વયં મૂલ પ્રકૃતિ છે. પ્રકૃનિરવયવર્તવાન વામાવયનિષેધનિ, તુ વનવૃક્ષનુચનામંશાનાં નિષેધના યોગવાર્તિક ૨.૧૮. વાચસ્પતિ મિશ્ર પોતાની સાંખ્યતત્ત્વકૌમુદીમાં જુદી રીતે સમજાવે છે. તેમનું અર્થઘટન જોઈએ. સાવયવતા એટલે સંયોગનો સંભવ અને નિરવયવતા એટલે સંયોગનો અસંભવ. પરસ્પર વિચ્છિન્ન બે વસ્તુઓનો સંયોગ દેખાય છે. પૃથ્વીનો પાણી સાથે સંયોગ છે, બુદ્ધિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy